કુકાવાવમાં ફાયર NOC વગર ખોટા એગ્રીમેન્ટથી ધમધમતા મોબાઇલનાં ટાવર
કુકાવાવ, મોટી કુકાવાવ ગામ પાસે અપાસરા શેરીમાં એનઓસી વગર અને એમઓયુ સાથે છેડછાડ કરી ખોટા એગ્રીમેન્ટથી
રેસીડેન્સીયલ વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઇલ ટાવર ધમધમી રહયા છે.
ગ્રામપંચાયત અને તાલુકા પંચાયત તરફથી ઉપરોકત બંને ટાવરનોં સંચાલન કરતો બંને કંપનીને અત્યાર સુધીમાં પાંચ વખત નોટીસ આપી જવાબ રજુ કરવા જણાવેલ હોવા છતા જવાબ રજુ કરી શકયા નથી કે ખુલાસો કરી શક્યા નથી. ટાવરવાળી જગ્યાએ બિનજરૂરી કચરો, ઘાસના વેલા અને વૃક્ષો વધુ હોય તેથી રોગચાળો ફેલાવાની પણ ભિતી છે.
બંને ટાવરોનો વધુ પડતી હાઇટ તેમજ જનરેટરોનો ભયંકર અવાજ અને ઘોંઘાટ તેમજ એસીના પંખાના અવાજથી આસપાસના લોકોને પરેશાન થઈ ગયા છે. આ ટાવરોની આસપાસ કચરાના ઢગલા થઈ જાય છે. જેથી ગંદકી હટાવવા તથા તાકીદે અઘિંકારીઓ દ્રારા સ્થળ વીઝીટ કરીને સત્વરે જવાબદાર અધિકારીઓ ઉકેલ લાવે તેવી લોકોની માંગણી છે.અને જો કોઇ નિર્ણય નહિ આવે તો જનઆંદોલન કરવામાં આવશે.