કુખ્યાત જાકીર મુસાના વારિસ હામિદ લોનને ઠાર કરી દેવાયો
ત્રાસવાદીઓના નાપાક ઇરાદાને કચડી નાંખવા માટે સેના સજ્જઃ ત્રાસવાદીઓના આકા પર સુરક્ષા દળોની નજર
પુલવામા, જમ્મુ કાશ્મીરના ડીજીપીએ આજે મોટી સફળતાના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું હતું કે, આતંકવાદી ગતિવિધિઓને કચડી નાંખવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, રાજપુરામાં થયેલા એન્કાઉન્ટરમાં ગજવત ઉલ હિંદના ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા છે.
આ ત્રણ ત્રાસવાદીઓના ખાત્માની સાથે જ આ આતંકવાદી સંગઠનનો સંપૂર્ણપણે સફાયો થયો છે. તેમણે વિગત આપતા કહ્યું હતું કે, આતંકવાદ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાને એક પછી એક આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના પ્રયાસો હાથ ધર્યા છે. ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં Âસ્થતિને સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓના નાપાક ઇરાદાને કચડી નાંખવા માટે ભારતીય સેના સતત પ્રયાસ કરી રહી છે.
ત્રાસવાદી આકાઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. જાકીર મુસાને ઠાર કરવામાં આવ્યા બાદ અલકાયદાની સાથે જાડાયેલા અંસાર ગજપત ઉલ હિન્દના લીડર કુખ્યાત ત્રાસવાદી હામિદ લલહારીને હવે સેનાએ ઠાર કરી દીધો છે. ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે કાર્યવાહી જારી છે. હાલમાં સેનાએ એવી રણઁનિતી બનાવી છે કે આતકી કમાન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા બાદ ચર્ચા શરૂ થતા જ વહેલી તકે ટોપ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. આની અએસર પણ જાવા મળી રહી છે.
સેનાની આ રણનિતીના કારણે ત્રાસવાદીઓ ભાંગી પડ્યા છે. મેસેજ સાફ છે કે ત્રાસવાદી આકા માથુ ઉંચકે તે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. જમ્મુ કાશ્મીરના અવÂન્તપુરામાં મંગળવારના દિવસે ભીષણ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. જાકીર મુસાના વારિસ હામિદ લલહારીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. જુન મહિનામાં આ શખ્સને ત્રાસવાદી સંગઠન અંસાર ગજવત ઉલ હિન્દના નવા ચીફ તરીકેની જવાબજારી સોંપવામાં આવી હતી.
મંગળવારના દિવસે થયેલી અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આની ઓળખ હામિદ લોન નવીદ તક અને જુનેદ ભટ્ટ તરીકે થઇ છે. પહેલા પોલીસે ત્રણેય ત્રાસવાદીઓને જેશના ત્રાસવાદીઓ ગણાવ્યા હતા. આ વર્ષે ૨૪મી મેના દિવસ પુલવામા જિલ્લામાં સેનાની જાઇન્ટ ટીમે એક અથડામણમાં જાકીર મુસાને ઠાર કરી દીધો હતો. મુસાની શરૂઆતી ૧૦ ત્રાસવાદીઓની ટીમમાં હામિદ પણ હતો. એમ કહેવામાં આવે છે કે તમામ લોકોના મોત થઇ ચુક્યા છે.