કુચ બિહારની ઘટના : ૪ નહી ૮ લોકોને મારવી હતી ગોળી : ભાજપ નેતા

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન કોચ બિહારના સીતલકુચીમાં હિંસક ઘટનામાં ચાર લોકોના મોત અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોને ખરાબ લોકો ગણાવ્યા હતા. હવે આ પછી ભાજપના અન્ય એક નેતાએ ફરી એકવાર આ ઘટના અંગે વાંધાજનક નિવેદનો આપ્યા છે. ભાજપના રાહુલ સિંહાએ સોમવારે કથિત રીતે કહ્યું હતું કે કુચ બિહારના સીતાલકુચીમાં કેન્દ્રીય દળોએ આઠ લોકોને ગોળી મારવી જાેઇતી હતી.
હબરા મતદારક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર રાહુલ સિંહાએ સોમવારે પોતાના મત વિસ્તારની સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે કેન્દ્રિય સુરક્ષા દળોએ શા માટે ચાર લોકોને ગોળી માર્યા તે પાછળનું કારણ એ હતું કે એક ૧૮ વર્ષિય છોકરો જે જાહેરમાં ભાજપને સમર્થન આપી રહ્યો હતો,
તેને મતદાન મથક પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાહુલ સિંહાએ કહ્યું કે મમતા બેનર્જી લોકોનું મતદાન કરતા અટકાવવા માટે ખોટું કામ કરનારાઓની નેતા છે. મમતાના દિવસો પૂરા થયા. તેના ગુંડો લોકો તેમની શક્તિનો ઉપયોગ કરીને લોકોને લોકશાહી અધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.રાહુલ સિંહાએ કહ્યું કે, કેન્દ્રીય દળોએ યોગ્ય પ્રતિસાદ આપ્યો.
જાે તે ફરીથી થઈ રહ્યું છે, તો તેઓ ફરીથી જવાબ આપશે. તે જ સમયે ટીએમસીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળના મંત્રી જ્યોતિ પ્રિયા મલિકે કૂચ બિહાર ફાયરિંગની ઘટના અંગે ભાજપના નેતાઓની ટિપ્પણીની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચે પાર્ટી પર પ્રતિબંધ મૂકવો જાેઈએ.