કુછ રંગ પ્યાર કે ઐસે ભીની ત્રીજી સીઝન બંધ થઈ જશે

મુંબઈ, ટીવી વર્લ્ડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સોની ટીવી પર પ્રસારિત શૉ કુછ રંગ પ્યાર કે ઐસે ભીની ત્રીજી સીઝનનો ટુંક સમયમાં અંત આવવાનો છે. ઉલ્લેખનીય છે કે આ સીરિયલમાં સાહીર શેખ અને એરિકા ફનાર્ન્ડિઝ મુખ્ય ભૂમિકામાં છે અને એક મહિના પહેલા જ આ શૉની શરુઆત થઈ હતી. પરંતુ એક મહિનાના સમયગાળામાં જ શૉને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દર્શકોને ચિંતા છે કે એવુ તો શું થયું કે આ શૉને માત્ર એક મહિનામાં બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ શૉ બંધ થવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારથી આ સીરિયલ શરુ થઈ છે ત્યારથી તેની કોઈ ખાસ ટીઆરપી નથી મળી રહી. ચેનલ અને મેકર્સ સીરિયલની ટીઆરપીથી ખુશ નથી. આ જ કારણે તેઓ શૉને ઓફ એર કરવાનું આયોજન કરી રહ્યા છે.
નોંધનીય છે કે ટુંક સમયમાં એક્ટર નકુલ મહેતા અને દિશા પરમારનો નવો શૉ બડે અચ્છે લગતે હૈ ૨ શરુ થવાનો છે. ચેનલ દ્વારા શૉનો પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે. શક્ય છે કે નકુલ અને દિશાનો શૉ કુછ રંગ પ્યાર કે ઐસે ભીને રિપ્લેસ કરે. ઉલ્લેખનીય છે કે બડે અચ્છે લગતે હૈની આ બીજી સીઝન છે. પહેલી સીઝનમાં રામ કપૂર અને સાક્ષી તંવર મુખ્ય ભૂમિકામાં હતા. પહેલી સીઝનને લોકોએ ખુબ પસંદ કરી હતી. ટીઆરપીની વાત કરીએ તો અત્યારે આ રેસમાં અનુપમા અત્યારે સૌથી આગળ છે. બીજા નંબર પર ગુમ હૈ કિસી કે પ્યાર મેં અને ત્રીજા ક્રમાંક પર ઈમલી છે. અનુપમાની લોકપ્રિયતા ઘણી વધારે છે. સતત તે ટીઆરપીની રેસમાં આગળ છે.SSS