Western Times News

Gujarati News

કુટણખાનાનો પર્દાફાશ, ૪ યુવતી અને ૩ ગ્રાહક સહિત ૮ આરોપીની ધરપકડ

વડોદરા: વડોદરા શહેરના મુજમહુડા સિલ્વર આર્કેડ કોમ્પ્લેક્ષમાં બે ફ્‌લેટમાં ચાલતા કુટણખાનાનો પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન ૪ યુવતીઓ અને ૩ ગ્રાહકો સહિત ૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. કુટણખાના સંચાલકો ગ્રાહકો પાસેથી રૂપિયા ૩ હજાર વસૂલ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જે.પી. પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.કે. વાઘેલાએ જણાવ્યું હતું કે, મુજમહુડા સિલ્વર આર્કેડ કોમ્પ્લેક્ષના બી ટાવરના ત્રીજા માળે ફ્‌લેટ નંબર-૩૦૩,૩૦૪માં વિપુલગીરી ચતુરગીરી ગોસ્વામી દેહવ્યાપારનો ધંધો કરતો કરતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રવિવારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શરીર સુખ માણવા માટે આવેલા ભાવેશ ગોવિંદભાઇ રાઠોડ(રહે.સરદાર સોસાયટી, વડસર), મેહુલ વિઠ્ઠલભાઇ રાઠોડ (રહે. વસંતવિહાર સોસાયટી, વડસર, વડોદરા) અને વિશાલ વિષ્ણુભાઇ દવે (રહે. મારૂતિ હા.સો., વડસર, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન સુત્રધાર વિપુલગીરી ગોસ્વામી મળી આવ્યો નથી. પરંતુ તેનો સાગરીત મહંમદરઝાઉલ ઉર્ફ બબલુ અબ્દુલકરીમ શેખ (રહે. પશ્ચિમ બંગાળ)ની ધરપકડ કરવામાં આવી છે. મહંમદરઝાઉલ ઉર્ફ બબલુ શેખે પૂછપરછમાં જણાવ્યું છે કે, નેપાળ અને રાજસ્થાનથી ૪ યુવતીઓને લાવવામાં આવી હતી. અને તેઓને ફ્‌લેટમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી રૂપિયા ૩ હજાર રૂપિયા વસૂલ કરીને તેઓને યુવતીઓ સોંપવામાં આવતી હતી. દરોડા દરમિયાન યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત દરોડા દરમિયાન ૯ મોબાઇલ ફોન, ૯ પેકેટ કોન્ડોમ, રોકડા રૂપિયા ૧૫,૦૦૦ તેમજ કાર મળી કુલ ૫,૭૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને તમામ સામે જે.પી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે દેહવ્યાપાર ચલાવનાર વિપુલગીરી ગોસ્વામીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.