Western Times News

Gujarati News

કુટુંબીની અંતિમ ક્રિયામાં જઈ રહેલાં દંપતીને અકસ્માત નડ્યો

રાજકોટ: રાજકોટ શહેરમાં ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રૈયા રોડ પર બનેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ઇપીકો ની કલમ ૭૯, ૩૩૭ તથા મોટર વ્હીકલ એક્ટ ની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદી ગોપાલભાઈ સોલંકી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રાજકોટમાં ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના ઘરનો તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ ૩જી માર્ચના રોજ સવારના સાડા સાત વાગ્યે હું મારી પત્ની નેહા બેન સાથે પ્લેઝર મોટરસાયકલ મારફતે રૈયારોડ મારા કાકાના દીકરા સચીનભાઈ રહેતા હોય તેમની દીકરી નેન્સી બેન ના અંતિમ ક્રિયામાં જવા માટે નીકળ્યા હતા.

ત્યારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં કનૈયા ચોક થી આગળ અમર સેલ્સ એજન્સી નામની દુકાન પાસે પહોંચતા એક ઓટો રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતા મારું મોટરસાયકલ સહિત અમે બંને પતિ-પત્ની પડી ગયેલ હતા. ત્યારે પાછળથી એક ટ્રેક્ટર ટ્રોલી સાથે મારી પત્નીનું મોઢું સુકાઈ જતા તેને મોઢા ની ડાબી બાજુની આંખ તથા કપાળ તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. મારી પત્નીને લોહી નીકળતું હોય

જેના કારણે તેમને તાત્કાલિક અસરથી રિક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ હતા.ત્યાં પ્રાથમિક સારવાર કરાવી ૧૦૮ મારફતે વધુ સારવાર અર્થે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે મળતી માહિતી મુજબ પીડિતા નેહા બેન ને મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવશે. બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેના પરથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપીની ધરપકડ ક્યારે કરવામાં આવશે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા હતા. તે ત્રણેય અકસ્માતમાં એક એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.