Western Times News

Gujarati News

કુટુંબી દિયરે દાનત બગાડી ગેસ્ટ હાઉસમાં લઇ જઇ વારંવાર બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: બાવળામાં ૪ વર્ષ પહેલા ભાભી ઉપર દિયરે દાનત બગાડીને તેના પતિ અને છોકરાઓને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગેસ્ટ હાઉસ અને પાણીની ટાંકીની ઓરડીમાં લઇ જઇને વારંવાર બળજબરીથી બલાત્કાર કરીને હેરાન કરતો હતો.કંટાળીને તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં રહેતી ચાર પુત્રોની પરણીતાએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ચાર વર્ષ પહેલા ૨૦૧૭માં અમારા નજીકમાં રહેતા કુટુંબી દીયર રાજુભાઈ લક્ષ્મણભાઈ પઢાર તથા મારા કુટુંબી કાકા ભીખાભાઈ રામસંગભાઈ પઢાર બાવળા નગરપાલિકામાં કામ રાખવા માટે બોલાચાલી થઇ હોવાથી રાજુભાઈએ મને ધમકી આપી કે તારા પતિ જાે ભીખાભાઈની સાથે સંબંધ રાખશે તો હું તેને તથા તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

ત્યારબાદ રાજુભાઈએ મને કહ્યું કે તું બાવળા – ધોળકા રોડ ઉપર આવ મારે મારા ભાઈ સાગરભાઈ વિશે તને વાત કરવી છે. જેથી હું તથા મારી સાથે કડીયાકામની મજુરીએ આવતા બહેન ધોળકા રોડે આવીને ઉભા હતા. તે વખતે રાજુભાઈએ આવીને કહેવા લાગ્યા કે અહીં રસ્તા ઉપર આપણને કોઈ વાતો કરતા જાેઈ જશે તો ખોટું વિચારશે તો આપડે ગેસ્ટ હાઉસમાં જઈને બેસીને વાતો કરીએ. તેમ કહી નજીકમાં આવેલા ચાવલા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. અમારી સાથે ગેસ્ટ હાઉસના રૂમમાં સાથેનાં બહેનપણ આવ્યા હતા.

રાજુભાઈએ કહ્યું કે તારો પતિ ભીખાભાઈ સાથે કેમ સબંધ રાખે છે.અને તેણે સાથે આવેલા બહેનને બહાર મોકલી દઈને ગેસ્ટ હાઉસના રૂમનું બારણું બંધ કરી દંઈને કહ્યું કે હું કેટલાય સમયથી તારી પાછળ પાછળ કરું છું તેમ કહી મોઢું દબાવી મને પલંગમાં પાડી દઈ મારી મરજી વિરૂધ્ધ જબરદસ્તીથી સંભોગ કર્યો હતો. આ વખતે બહારથી સાથે આવેલા બહેને દરવાજાે ખખડાવ્યો હતો પરંતુ દરવાજાે ખોલ્યો નહી. થોડીવાર પછી મને કહેલું કે જાે તું આ વાતને લઈને ભવાડો કરીશ તો હું તારા પતિ અને તારા છોકરાઓને પતાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી. ત્રણ મહિના બાદ આરોપીએ અનેકવાર મહિલા સાથે જબરજસ્થીથી વારંવાર બળાત્કાર કર્યો હતો. જેથી તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.