કુતરાઓ માટે રોટલી ન બનાવી તો ભાઇએ બહેનને ગોળી મારી
મેરઠ, ઉત્તરપ્રદેશના મેરઠમાં એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે.જેમાં એક ભાઇએ પોતાની બહેનની ગોળી મારી દીધી હતી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી બીજી તરફ બહેનની હત્યા કર્યા બાદ ભાઇએ જાતે ફોન કરી તેના વિષે પોલીસને જાણકારી આપી હતી અને આત્મસમર્પણ કર્યું હતું.પોલીસે આ અંગે મામલો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
મળતી માહિતી અનુસાર મેરઠના ગંગાનગર ખાતે કૈલાશ વાટિકાનો છે કૈલાશ વાટિકામાં રહેતા આશીષ પ્રોપર્ટી ડીલરનુ કામ કરે છે આશીષ કુતરા પણ પાળી રહ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આશીષે પોતાની બેન પારૂલને કુતરાઓ માટે રોટલી બનાવવા માટે કહ્યું હતું જેનો તેણે ઇન્કાર કરી દીધો હતો આ વાત પર ભાઇ અને બહેન વચ્ચે ઝઘડો થયો હતો.
આરોપ છે કે આ ઝઘડાને કારણે આશીષે પિસ્તોલથી બહેન પારૂલને પહેલા માથા અને પછી છાતીમાં ગોળી મારી દીધી તેનાથી પારૂલનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું ગોળીનો અવાજ સાંભળીને પારૂલની માતા તથા આસપાસના લોકા દોડી આવ્યા હતાં જયાં પારૂલની લાશ જમીન પર પડી હતી ત્યારબાદ આશીષે જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી.
પોલીસ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આશિષની ધરપકડ કરી હતી એસ પી કેશવકુમારે જણાવ્યું હતું કે પારૂલની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આપવામાં આવી છે પુરછપરછમાં આરોપી ભાઇ આશીષે કહ્યું હતું કે કુતરાઓ માટે ખાવાનું નહીં બનાવવા પર તેની બહેન પારૂલની હત્યા કરી દીધી પોલીસ હાલમાં આ અંગે બીજા મુદ્દાઓ પણ તપાસી રહી છે.HS