કુતિયાણા અને રાણાવાવમાં ચાર ઈંચ વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા
પોરબંદર, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં આજે સવારથી સારો વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
પોરબંદર શહેર અને જિલ્લામાં આવેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પડી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓએ પણ પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો ભોરાસર ગામની વાડી શાળામાં પાણીને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફસાયા હતા. જાણ છતાં તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
પોરબંદર જિલ્લામાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં સાંજે ચાર કલાક સુધીમાં કુતિયાણા અને રાણાવાવમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે. તો પોરંબદરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. તો ખેડૂતો પણ ખેતીના કામમાં લાગી ગયા છે. ૬,૭,૮ જુલાઈ ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદની આગાહી કરાઈ છે.
જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો ૮ અને ૯ જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.
આવતીકાલે ૬ જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આમ, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૧૭ મીમી વરસાદ અને ૨૨ મીમી વરસાદની ઘટ છે. હજુ સુધી જાેઈએ એવો વરસાદ ગુજરાતમાં વરસ્યો નથી.SS3KP