કુન્દ્રાની જામીનની અરજી ફગાવાતા ૭ ઓગસ્ટ સુધી જેલમાં રહેવું પડશે
મુંબઇ: રાજ કુન્દ્રાએ જામીન માટે અપ્લાય કર્યુ છે પરંતુ ૭ ઓગસ્ટ સુધી તેના જામિન ટાળી દેવામાં આવી છે. ૧૯ જુલાઇના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર સેલમાં થયેલી ફરિયાદ બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે.
મહત્વનું છે કે, અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં કુન્દ્રા વિરુદ્ધ ગયા વર્ષે કેસ નોંધાયો હતો. જે બાદ રાજની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને આ મામલો ક્રાઇમબ્રાંચના એડલ્ટ ફિલ્મ બનાવવાના રેકેટથી અલગ છે. ૨૭ જુલાઇના રાજ અદાલત દ્વારા રાજને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, કુન્દ્રા વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે અને તેની સાથે કામ કરતા લોકોની પૂછપરછ હજુ કરવામાં આવી નથી. એક બાદ એક સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અદાલતે કુન્દ્રાની જામીનની અરજીને રદ્દ કરી દીધી હતી. રાજ સહીત અન્ય લોકોના નામ પણ સામે આવ્યા હતા. ગહેના વશિષ્ઠ નામની એક્ટ્રેસનું નામ પણ આ કેસમાં ઉછળ્યું છે અને તેણે મુંબઇ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં જ્યારથી શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ગહેના વશિષ્ઠનું નામ પણ ચર્ચામાં છે. ગહેનાએ મુંબઇ પોલીસ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. મુંબઇ પોલીસ પર આ આરોપ ખુબ મોટો છે પરંતુ સત્ય શું છે તે ગહેના જ જાણે છે.