કુપવાડા-બાંદીપોરા પાસે હિમસ્ખલન, સેનાના બે જવાન લાપત્તા થયા
શ્રીનગર, ઉત્તર કાશ્મીરમાં સરહદ નજીક અલગ-અલગ જગ્યા પર હિમસ્ખલનની ઘટનામાં એક જવાન શહીદ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે, જ્યારે અન્ય ત્રણ જવાન લાપતા થયા છે. જ્યારે ૪ જવાનને સુરક્ષિત બહાર નિકાળીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જો કે જે જવાન લાપતા થયા છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર કુપવાડા જિલ્લાના કરનાહ સેકટરમાં સરહદ નજીક ઇગલ પોસ્ટ પર મંગળવારના રોજ સવારે થયેલા હિમસ્ખલનમાં સેનાના બે જાટ રેજીમેન્ટના ચાર જવાન દબાઇ ગયા. જો કે સૂચના મળતાની સાથે નજીકના પોસ્ટના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ બાંદીપોર જિલ્લાના ગુરેજ સેકટરના બખ્તુર વિસ્તારમાં હિમવર્ષાની ચપેટમાં આવી જતા ચાર જવાન ઉંડી ખીણમાં પડી ગયા હતા. સૂચના મળવાની સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ત્રણ જવાનોને સુરક્ષિત નિકાળવામાં આવ્યા, પરંતુ એક જવાન હજી પણ લાપતા છે. હિમસ્ખલનની પ્રમુખ ઘટનાઃ ૩૦ નવેમ્બર, ૨૦૧૯ – સિયાચિન ગ્લેશિયરમાં ભારે હિમસ્ખલનમાં સેનાના પેટ્રોલિંગ કરી રહેલા બે જવાન શહીદ,૧૮ નવેમ્બર, ૨૦૧૯ – સિયાચિનમાં હિમસ્ખલનની ચપેટમાં આવવાથી ચાર જવાન શહીદ,૧૦, નવેમ્બર, ૨૦૧૯ – ઉત્તરી કાશ્મીરના કુપવાડામાં હિમસ્ખનની ચપેટમાં આવવાથી સેનાના બે પોર્ટરોના મોત,૩૧ માર્ચ, ૨૦૧૯ – ઉત્તરી કાશ્મીરના કુપવાડામાં હિમસ્ખલનમાં દબાઇ જતા મથુરાના હવાલદાર સત્યવીર સિંહ શહીદ.