કુબ્રા સૈતને સ્કૂલમાં કોબ્રા કહીને ક્લાસમેટ બોલાવતા હતા
મુંબઈ, વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સમાં ઓન-સ્ક્રીન ટ્રાન્સજેન્ડર વ્યક્તિ ‘કૂકૂ’ની ભૂમિકા ભજવનારી કદાચ પહેલી એક્ટ્રેસ કુબ્રા સૈતની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ભૂમિકા ભજવવા માટેનો તેનો ર્નિણય હિંમતવાન હોવાનું ઘણાને લાગ્યું હતું, પરંતુ એક્ટ્રેસ-રાઈટર બાળપણથી જ ફાઈટર રહી છે. તે બોલિવુડના એક પ્રકારના મોલ્ડમાં ફિટ બેસે તેવી વ્યક્તિ નથી, પરંતુ તે બાબત તેને રોકી શક્યું નહી.
તેણે તમામ મીડિયમમાં રસપ્રદ ભૂમિકાઓ એક્સપ્લોર કરવાનું ચાલું રાખ્યું છે. કુબ્રા સૈત, જે જવાની જાનેમન અને ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી, તેણે સ્કૂલમાં થયેલી પજવણી અને તેના કારણે તેણે સહન કરેલા ટ્રોમા વિશે વાત કરી હતી.
એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ‘દુનિયા તમને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેઓ માને છે કે બધું સારું છે. તમે ત્યારેજ સારું અનુભવો છો જ્યારે તમે તે સ્વીકારો છો કે એક સમયે તમે ઠીક નથી રહ્યા. મારી માતા સાથેના મારા સંબંધો ગૂંચવણભર્યા છે. પરંતુ તે સમયને મને અહેસાસ નહોતો થયો કે તે ગૂંચવણભર્યા હતા. તમને ખ્યાલ નથી હોતો કે, કેવી રીતે કૃતજ્ઞતાનું સાદું કામ ક્યારેક-ક્યારેક પ્રભાવશાળી કેવી હોઈ શકે છે.
બાળક તરીકે જ્યારે, તમે તેવી પરિસ્થિતિમાં મૂકાઈ જાઓ છો અથવા તમને શરમજનક અથવા અંધકારમય ખૂણામાં ધકેલી દે તેવી શક્તિઓથી ઘેરાયેલા હોવ ત્યારે તેમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગે છે. જ્યારે તમે આઠ કે નવ વર્ષના હો ત્યારે, તમને ખબર નથી હોતી કે તેનો સામનો કેવી રીતે કરવો, પરંતુ મારી પાસે સપોર્ટ સિસ્ટમ હતી, જેણે હું ક્યારેય એકલતા ન અનુભવું તેની ખાતરી કરી હતી.
આ એવી બાબત છે જેની તમારે ઘણીવાર જરૂર પડે છે. તમે એકલતા નથી અનુભવવા માગતા. આજે જ્યારે હું પાછું વળીને જાેઉ છું ત્યારે હું કૃતજ્ઞતા અનુભવું છું. ટ્રોમાનું કારણ સમજાવતાં, તેણે કહ્યું હતું કે ‘જ્યારે તમે નાના હો ત્યારે સમજાતું નથી કે, તમારી પજવણી કરવામાં આવી રહી છે. મારું નામ કુબ્રા છે, પરંતુ મને કોબ્રા કહીને બોલાવતા હતા. મારા વાળ કર્લી છે અને તેથી મને મેદુસા કહેતા હતા.
મેં ક્યારેય કોઈને મને બોડી શેમ કરવાની મંજૂરી આપી નહોતી, પરંતુ આંખના કલરના કારણે લોકો મને ચીડવતા હતા. આજે, હું કદાચ તેવી વ્યક્તિ સાથે બીજી વખત ડેટ પર નહીં જાઉ જાે તેણે પહેલી ડેટ દરમિયાન મારી આંખની પ્રશંસા નહીં કરી હોય (હસીને!)’ મેં લાંબા સમય સુધી મારું નામ સ્વીકાર્યું નહોતું.
જાે મારું ચાલ્યું હોત તો ઘણા સમય પહેલા જ બદલી નાખ્યું હોત. જ્યારે મેં મારા નામનો અર્થ ‘મહાન’ થાય છે, તેવું જાેયું ત્યારે જ મારા નામની શક્તિ સમજાઈ. આ બધી અનુભૂતિ મને સમયાંતરે થઈ. જ્યારે તમે મોટા થાઓ ત્યારે તેમાથી બહાર આવો છો. હું દબાવવા માગતી નહોતી’, તેમ તેણે ઉમેર્યું હતું.SS1MS