કુમકુમ ભાગ્યના કો-સ્ટાર્સ મારું ખૂબ ધ્યાન રાખે છે: પૂજા
મુંબઈ, કુમકુમ ભાગ્યની રિયા એટલે કે પૂજા બેનર્જી પતિ સંદીપ સેજવાલ સાથે પહેલા બાળકના આગમનની રાહ જાેઈ રહી છે. પૂજા બેનર્જી ત્રીજા ટ્રાઈમેસ્ટરમાં છે અને પ્રેગ્નેન્સીમાં પણ તે એકદમ એક્ટિવ છે. આ સ્થિતિમાં પણ શૂટિંગ કરી રહેલી એક્ટ્રેસે હાલમાં ખુલાસો કર્યો હતો કે, શોની ટીમના તામ કલાકારો સેટ પર તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તેને લાડ લડાવતા રહે છે. તેના માટે ખુરશી લાવવાથી ભોજન આપવા સુધી, બધુ કામ તેના કો-સ્ટાર્સ ખુશીથી કરે છે અને પૂજા બેનર્જી પણ આ તબક્કાને મન ભરીને માણી રહી છે.
પૂજા બેનર્જીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારથી કુમકુમ ભાગ્યની કાસ્ટને તેની પ્રેગ્નેન્સી વિશે જાણ થઈ છે ત્યારથી તેઓ તેના પ્રત્યે વધારે કાળજી લેવા લાગ્યા છે અને તેની તમામ જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે.
પૂજા બેનર્જીએ જણાવ્યું હતું કે, તેના કો-એક્ટર્સ મુગ્ધા ચાફેકર, કૃષ્ણા કૌલ, કિરણ ભાર્ગવ સહિતના તમામ તે યોગ્ય જમે, પૂરતા પ્રમાણમાં પાણી પીવે અને હાઈડ્રેટ રહે તેની ચોક્કસ ખાતરી કરે છે. ‘જ્યારે ફૂડ ક્રેવિંગની વાત આવે ત્યારે તેઓ મારી તે ઈચ્છા પણ પૂરી કરે છે.
ત્રીજુ ટ્રાઈમેસ્ટર શરૂ થયું ત્યારથી ફૂડ ક્રેવિંગ વધી ગયું છે. મુગ્ધા, કૃષ્ણા તેમજ અન્ય મારે શું જાેઈએ છે તેવુ સતત પૂછતા રહે છે. પૂજા બેનર્જીએ આટલો સહયોગ આપનારા યુનિટના તમામ સભ્યોનો આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે, ‘સેટ પર પણ મને ઘર જેવી ફીલિંગ આવે છે.
અગાઉ પૂજા બેનર્જીએ કહ્યું હતું કે, હું અને સંદીપ ૨૦૨૦માં બાળક કન્સીવ કરવા ઈચ્છતા હતા, પરંતુ ૨૦૧૯માં નચ બલિયેના સેટ પર મારો અકસ્માત થતાં અમે પ્લાનને હોલ્ડ પર મૂક્યો હતો. જાે કે, જ્યારે બીજુ લોકડાઉન થયું ત્યારે, મને અહેસાસ થયો કે આ તો ચાલતું રહેશે.
અમે તેમા વિલંબ ન કરવાનું નક્કી કર્યું હતું કારણ કે અમે મોટી ઉંમરે માતા-પિતા બનવા નહોતા માગતા. ટીવી શોના સેટ પર એક્ટ્રેસને પ્રેગ્નેન્સીની જાણ થઈ હતી. તેણે કહ્યું હતું કે મને કંઈક ઠીક ન હોવાનું લાગતું હતું. તેથી શૂટ પર જતા પહેલા એક દિવસ મેં બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો.
સાંજે આશરે ૪ કલાકે મારા હાથમાં રિપોર્ટ આવ્યો હતો, જેમાં હું પ્રેગ્નેન્ટ હોવાનું લખ્યું હતું. મેં તે દિવસે સંદીપને મને લેવા માટે આવવા કહ્યું હતું, કારણ કે ફોન પર તેને હું આ ન્યૂઝ આપવા માગતી નહોતી. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તે નાચવા લાગ્યો હતો. અમારા ઘરે દીકરી જન્મે તેવું અમે ઈચ્છીએ છીએ. હું તેને તૈયાર કરવા અને સારા સ્વિમિંગ કોસ્ચ્યૂમ પહેરાવવા ઈચ્છું છું.SSS