કુમકુમ ભાગ્યની અભિનેત્રી રૂચિ પ્રેગ્નેન્ટ છે: અહેવાલ

મુંબઈ, સીરિયલ કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ રૂચિ સવર્ણ પ્રેગ્નેન્ટ છે. રૂચિ અને તેના એક્ટર પતિ અંકિત મોહને હાલમાં જ આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ગણેશોત્સવના શુભ દિવસોમાં ટેલિવુડના આ કપલે ગુડ ન્યૂઝ શેર કર્યા છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, રૂચિ પીળા રંગની સાડીમાં બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે.
પહેલીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહેલા રૂચિ અને અંકિત જીવનના નવા તબક્કા માટે ખૂબ ખુશ છે. ઈન્ટરવ્યૂમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં કાટેલાલ એન્ડ સન્સ સીરિયલના એક્ટર અંકિતે કહ્યું, પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છીએ ત્યારે હું અને રૂચિ ખૂબ ખુશ છીએ. આ અમારું પહેલું બાળક છે. એકસાથે કંઈક અલગ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ.
ડિસેમ્બર મહિનામાં અમારા સંતાનનો જન્મ થશે અને અમે આતુરતાથી બાળકની રાહ જાેઈ રહ્યા છીએ. અંકિત થોડા સમય પહેલા જ આ ન્યૂઝ શેર કરી દેવા માગતો હતો પરંતુ તેમણે ગણેશોત્સવની રાહ જાેઈ. અમે અગાઉ જ બધાની સાથે આ ન્યૂઝ શેર કરવા માગતા તા પરંતુ મહામારીના કારણે બહારની દુનિયામાં ઉથલપાથલ મચેલી છે. હવે ગણેશજી આપણાં ઘરોમાં પધાર્યા છે ત્યારે મને લાગ્યું કે અમારી ખુશી વહેંચવાનો આ સાચો સમય છે, તેમ અંકિતે ઉમેર્યું. પિતા બનવા અંગે નર્વસ હતો? સવાલનો જવાબ આપતા અંકિતે કહ્યું, સાચું કહું તો ના.
અમે જે બાબતોનું ધ્યાન રાખવાનું હોય તે તમામનું રાખી રહ્યા છીએ. મેં મારા ભાણી અને ભાણિયાને ઉછેર્યા છે એટલે મને બાળકો સાચવતા આવડે છે. એટલું જ નહીં બાળકોને પણ હું ખૂબ ગમું છું. હું બાળકો સાથે હોઉં ત્યારે એમના જેવો જ બની જાઉં છું એટલે જ તેમને મારી અને મને તેમની કંપની ગમે છે. અંકિત હવે પ્રાદેશિક ભાષાની ફિલ્મમાં જાેવા મળશે.
આ વિશે વાત કરતાં તેણે કહ્યું, ગત વર્ષથી અત્યાર સુધીમાં બે લોકડાઉન આવી ગયા અને જીવનમાં ઘણાં ઉતાર-ચડાવ આવ્યા છે. છેવટે હવે હું મરાઠી ફિલ્મ ‘બાબુ’નું શૂટિંગ શરૂ કરવાનો છું. હું કામ કરવાની સાથે મારી પત્નીનું પણ ધ્યાન રાખી રહ્યો છું. હું કામ અને ઘરની જવાબદારી વચ્ચે સંતુલન જાળવી શકું છું કારણકે મારી પત્ની રૂચિ મજબૂત મહિલા છે અને તેને જીવનસાથી તરીકે પામીને ખુશ છું.
તે મારા કરતાં ખૂબ મજબૂત મનવાળી છે. આ જ કારણે હું મારા કામ પર ધ્યાન કેંદ્રિત કરી શકું છું. અમે બસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે બધું સારું થાય.SSS