કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ૩૮ મા દીક્ષા દીને દીઘયિ માટે પ્રાર્થના પારાયણ યોજાશે
પાલડી મંદિર ખાતે પાટોત્સવ ઉજવાશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના કાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ કુમકુમ મંદિરનાં મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ પોતાના ત્યાગી પટ્ટશિષ્ય સંત તરીકેની દીક્ષા આપીને સંતોને દીક્ષા આપવાની પ્રણાલિકા સ્થાપન કરી તેને તા. ર૬ ફેબ્રુઆરી ફાગણ સુદ બીજના રોજ 78 વર્ષ પૂર્ણ થતાં તેમના દીર્ઘાયુ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ સંચાલિત દેશ – વિદેશાના મંદિરોમાં તેમના સ્વસ્થ દીર્ઘાયુ માટે સંતો – ભકતો દ્વારા પ્રાર્થના કરવામાં આવશે.
આ પ્રસંગે પાલડી મંદિરનો પટોત્સવ પણ ઉજવાશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે સવારે 8.00 થી 12.00 પાલડી કુમકુમ મંદિર ખાતે પાટોત્સવ, અન્નકૂટ,પારાયણ, સત્સંગ સભા યોજાશે.
જે સભાની અંદર શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને વિશાળ હાર પહેરાવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના કાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાએ પોતાના ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના વચને આજથી 78 વર્ષ પૂર્વે કડીમાં સંવત 1998 ના ફાગણ સુદ ત્રીજના દિવસે દીક્ષા આપી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અાજે સારાય વિશ્વમાં મોટા મોટા મંદિરો છે, અનેક સંતો વિચરણ કરીને સંસ્કારોનું સિંચન કરે છે, એ આનંદની વાત છે, પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયામાંથી સૌ પ્રથમ વિદેશની ભૂમિ ઉપર ઈ. સ. ૧૯૪૮ માં તેમના ગુરુ શ્રી મુકત જીવન સ્વામીબાપા અને તેમણે પ્રથમ પગ મૂકયો હતો. અને શ્રી સ્વામિનારાયણ ભગવાને બતાવેલા સિંધ્ધાતોના પ્રવર્તનના ‘ તેમણે પાચા નાંખેલા છે. કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરુપમાં દર્શન કરેલા હોય તેવા એક માત્ર હાલ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંત છે. મારા જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કરેલા છે, એટલું જ નહી, પણ બાપાશ્રીએ તેમનઆ (ભાલે ચંદનના ચાંદલા કરીને આશીર્વાદ આપેલા છે.
જીવનપ્રાણ સ્વામીબાપાએ મણિનગરમાં જયારથી પાયા નાંખ્યા ત્યારથી તેમની સાથે પડછાયાની જેમ રહયા છે.અને શવ્યમાંથી
સર્જન કરવા માટે પોતાનું સમગ્ર જીવન તેમણે સમર્પિત કરી દીધું છે. જીવનપ્રાણ સ્વામીબાપાએ બતાવેલા ત્યાગી સંતોના નિયમઘમાં અકબંધ રહે તે માટે તેમણે ૬ર વર્ષની વયે ફરીથી મારા હાથમાં પૂજાની ઝોળી અને ભગવાનના નામની માળા લઈને એજ મણિનગરમાં ફરી ધૂણી ધખાવી છે. તેમનું જીવન સાદગીથી ભરેલું છે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી શ્રી ચાાનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં-ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉજભરી દે છે અને અનેકળી જીવનનો પલટો કરી દે છે. તેમની જોગમાં જે આવે છે પરિવારમાં સ્નેહ – સંપના દિપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના પગાર ઉઠયા છે. વિદેશમાં-પણ જ – જને સત્સંગના તેજરમિફેલાયાં છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ