કુમકુમ મંદિરના મહંતના શુભહસ્તે રપ૧ કેસર કેરીના આંબાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર : પર્યાવરણનું જતન કરવું જોઈએ – સાધુ પ્રેમવત્સલદાસજી
એક વૃક્ષ પ૦ વર્ષની અંદર ૧પ.૭૦ લાખ રુપિયાનું ફાયદો કરી આપે છે. વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહી – સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ૧ર જૂન ને શુક્વારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ના શુભહસ્તે નાદરી ગામ ખાતે રપ૧ કેસર કેરીના આંબાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી સહુ કોઈની ફરજ છે કે, પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યવારણના જતન માટે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. કયારેય પણ વૃક્ષનું ઉચ્છેદન ના કરવું જોઈએ. જૂનાગઢની કેસર કેરીના આંબાનું અત્રે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ આંબા વર્ષો સુધી આબોહવાને શુધ્ધ કરે છે અને આપણી પેઢીઓની પેઢીઓને અમૃતરુપી ફળ કેરી આપશે.
એક ઝાડનું મૂલ્ય ઓછામાં ઓછું ૧પ.૭૦ લાખ રુપિયાનું થાય છે.તેમ કલકત્તાની ઈન્ડીયન સાયન્સ કોલેજ દ્રારા સર્વે પણ કરવામાં આવેલ છે.વૃક્ષો હશે તો વરસાદ પણ વધુ પડશે તેથી આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. આપણે સૌ ખાસ એક સૂત્ર યાદ રાખવા જેવું છે કે, વૃક્ષોનો ઉછેર કરો, વૃક્ષોનું ઉચ્છેદન નહી. આજથી બસો વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જયારે વનવિચરણ કરતાં હતા ત્યારે તેમને કેટલાક વૈરાગીઓએ વનસ્પતિ ઉખેડવાનું કહયું, નહિ ઉખેડો તો મારીશું,તેમ બીક પણ બતાવી, છંતાય તેમણે વનસ્પત્તિ ઉખેડી ન હતી.
શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મગ્રંથોમાં પણ વૃક્ષો ઉગાડવા અને બાગ બગીચના કરાવાની પોતાના આશ્રિતોને સોનેરી સલાહ આપી છે.તો આપણે વૃક્ષો વાવવા જોઈએ, તેનું જતન અવશ્ય કરવું જોઈએ.
જીવનમાં સુખી થવું હોય વૃક્ષો ઉગાડવા જોઈએ,તેવી રીતે યુવાનોમાં સંસ્કારનું સિંચન પણ કરવું જોઈએ, યુવાનોમાં સંસ્કારનું સિંચન કર્યું હશે, તો જ માતાપિતા વૃધ્ધાવસ્થામાં સુખેથી પોતાનું જીવનજીવી શકશે. બાળકો તો જ તમારી સેવા ચાકરી કરશે.તેથી યુવાનો સમય કાઢીને સંસ્કારો આપવા જોઈએ.
સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ