Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે તા. ર જૂન જેઠ સુદ એકાદશી નિર્જળા ભીમ એકાદશીની ઉજવણી કરવામાં આવશે

આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.

તા. ૦ર-૦૬-૨૦૨૦ ને મંગળવાર ના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર મણિનગર ખાતે સવારે ૮–૦૦ વાગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે. અને રાત્રે ઓનલાઈન સત્સંગ પ્રવચન – એકાદશીના પદોનું પ્રેઝેન્ટેશન સૌને દેશ વિદેશના ભકતોને મોકલવામાં આવશે. જેથી સૌ એકાદશીના પદોનું ગાન કરી શકશે.

આ નિર્જળા – ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેઠ માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી – ભીમ એકાદશી કહેવામાં આવે છે.આ જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તેનું મહત્વ એવું છે કે, આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી. ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો છંતા તેણે કરી હતી. તેની શાસ્ત્રોક્ત કથા એવી છે કે,

-:નિર્જળા – ભીમ એકાદશી કરવાનું ફળ:-

– આ નિર્જર્ળા – ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુપ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે…..
પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે, આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર,ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુકિત મળે છે.

– આ એકાદશી કરવાથી મેરુ અને મંદરાચળ પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે.

– આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.

-:નિર્જળા – ભીમ એકાદશી ન કરવાથી લાગતું પાપ:-
– આ નિર્જળા ભીમ એકાદશી જે કરતા નથી તેઓ આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ થાય છે.
અને એમના સો-સો કુળ દુરાચારમાં જ રહે છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.