કુમકુમ મંદિર ખાતે ભગવાનને ફૂલના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા
તારીખ 4 ઓગસ્ટ ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ફૂલના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. જેનો અનેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,૨૦૦ વર્ષથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન મનુષ્યરૂપે હતા ત્યારથી હિંડોળાની પરંપરા ચાલી આવી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર બાર બારણાના હિંડોળામાં ઝૂલીને અને ભક્તોને દર્શન દાનના સુખ આપ્યાં હતા.
ત્યારથી શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળામાં ઝૂલાવવામાં આવે છે. કુમકુમ મંદિર ખાતે તારીખ 10 સપ્ટેમ્બર સુધી ભગવાનને વિવિધ પ્રકારનાં હિંડોળામાં ઝૂલાવવામાં આવશે.
-સાધુ પ્રેમવત્સલદાસજી