કુમકુમ મંદિર ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો 41 મો અંતર્ધાનોત્સવ ઉજવાશે.
તા. રપ ઓગષ્ટ – મંગળવાર – ભાદરવા સુદ સાતમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના ૪૧ મા અંતર્ધાન દિનની તેમના પ્રથમ પટ્ટશિષ્ય શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ગામ ખાતે અને કુમકુમ મંદિર – મણિનગર ખાતે રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે સવારે ૮–૦૦ વાગે નાદરી ગામ ખાતે શ્રી મુકતજીવન સ્વામીબાપાના જીવનકાર્યોના અનેક મૂર્તિઓ ગાર્ડનમાં પધરાવી મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પૂજન, અર્ચન કરીને આરતી ઉતારશે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચારને પ્રસાર કરવા માટે આફ્રિકા, યુરોપ ને અમેરિકાની ઘરતી ઉપર સૌ પ્રથમ તેઓ પધાર્યા હતા અને દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી યુકત પ્રજાને જ્ઞાન–દાને મુક્તિ આપી છે. તેમજ તેમણે સમગ્ર ભારતમાંથી અખિલ ભારત સાધુ સમાજના ઉપપ્રમુખપદે રહીને અને ગુજરાતશાખાના પ્રમુખપદે રહીને જનસમાજની સેવા કરેલી છે.
શ્રી મુકતજીવન સ્વામીબાપાએ જીવનમાં સુખી થવા માટે ભગવાન રાખે તેમ રહેવું, અને દેખાડે તે જોવું અને ભગવાન મુખ્ય અને વ્યહારાર ગૌણ કરવો એ બે સૂત્રો આપ્યા હતા. આ બે સૂત્રો આપણે આપણા જીવનમાં જેટલા ઉતારીશું તેટલા વધુ સુખી થઈશું. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ