Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૩૯ મી જયંતી અને ર૭ મો પાટોત્સવ ઉજવાશે : કોઈ સત્સંગીઓ એ મંદિર આવવું નહિ. :કુમકુમ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થશે

– શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન રહેવું જોઈએ.

–  કુમકુમ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થશે તેનો લાભ લેવો. કોઈ સત્સંગીઓ એ મંદિર આવવું નહિ.

– અન્નકુટ મોકૂફ રાખવામાં આવ્યો છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર-અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૩૯ મી જયંતી મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર એપ્રિલના રોજ અને ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ તા. ૩ ના રોજ ભકિતભાવ પૂર્વક ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરોનો વાયચરસની મહામારી રુપી આફત સૌની દૂર થાય તે માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન મંદિરમાં સંતો દ્રારા છેલ્લા પાંચ દિવસથી નિત્ય ર કલાક કરવામાં આવી રહી છે. અને દેશ -વિદેશના સત્સંગઓ લોકડાઉન હોવાથી સૌ પોતપોતાના ઘરે ધૂન કરી રહયા છે. જેની પૂર્ણાહુતિ તા. ર એપ્રિલના રાત્રે ૧૦ વાગે કરવામાં આવશે .
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતી ની ઉજવણી રાત્રે ૯ – ૪પ થી ૧૦ – ૧પ કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાનને પારણિયામાં ઝુલાવી આરતી અને ઔચ્છવ કરવામાં આવશે.

તા. ૩ એપ્રિલ ના રોજ સવારે ૮ – ૩૦ થી ૯ – ૩૦ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંકલ્પસ્વરુપોની પ્રતિષ્ઠા થઈ તેને ર૭ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત અને કેશર જળથી અભિષેક કરવામાં આવશે.અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીવર્ચન પાઠવશે.

હાલની પરિસ્થિતિમાં લોકડાઉન ચાલતું હોવાથી કોઈ સત્સંગી હરિભકતોએ મંદિરે આવવું નહિ.આ ઉત્સવનો લાભ દેશ અને વિદેશમાં સૌને પ્રાપ્ત થાય તે માટે શ્રી સ્વામિનારયણ મંદિર – કુમકુમ –યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ હાલ કોરોનો વાયચરસની મહામારી રુપી મહાકાળ આવ્યો છે ત્યારે આપણે ઘરે બેસીને ભજન કરવું જોઈએ તેમાં જ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો છે. તેવું શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વંય આજથી ર૦૦ વર્ષ પહેલા મધ્ય પ્રકરણના ર૧ મા વચનામૃતમાં કહયું છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન રહેવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.