કુમકુમ મંદિર ખાતે સંતોએ ચાતુર્માસના પ્રારંભે નિયમો ધારણ કર્યા
આજે ચાતુર્માસનો પ્રારંભ થયો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં નાદરી મુકામે સંતો હરિભક્તો એ ચાતુર્માસના વિશેષ નિયમ ધારણ કર્યા હતા. સાધુ પ્રેમવત્સલ દાસજી એ જણાવ્યું હતું કે આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી આજે 99 વર્ષની ઉંમરે પણ એકાદશીનો ઉપવાસ નકોરડો કર્યો હતો. આ ચાતુર્માસ દરમિયાન કુમકુમ મંદિરના સંતો 30 નકોરડા ઉપવાસ, ધારણા-પારણા, શ્રાવણ માસને, પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણા કરશે.