Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે સૂર્યગ્રહણ હોવાથી સત્સંગ સભા યોજાશે

તા. ર૬ ડીસેમ્બર – ગુરુવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ- સૂર્યગ્રહણની આડઅસરો આપણા ઉપર ન પડે તે માટે ભગવાનના મંત્રનો જાપ કરવો : સાધુ પ્રેમવત્સલદાસજી

(ગ્રહણ સ્પર્શ : તા. ર૬ ના સવારે ૮-૦૪ – ગ્રહણ મધ્ય : સવારે ૯-ર૧ ગ્રહણ મોક્ષ: સવારે ૧૦-પપ ) ગ્રહણનો વેધ તા. રપ ડીસેમ્બર સૂર્યાસ્ત થી શરુ થાય છે. ત્યારબાદ ભોજન કરવું નહિ.

અમદાવાદ:કુમકુમ મંદિર ખાતે સૂર્યગ્રહણ પ્રસંગે સત્સંગ સભા યોજાશે તા.ર૬ ડીસેમ્બર ગુરુવારે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ -મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં સવારે ૮ – ૦૦ થી ૧૧ -૦૦ વાગ્યા સુધી સત્સંગ સભા યોજાશે. આ પ્રસંગે ધ્યાન, ધુન, ભજન, કીર્તન, સંતવાણી, આદિ કાર્યક્રમ યોજાશે. અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં બે પ્રકારના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક સૂર્ય ગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ. આ બંને ગ્રહણ દરેક માણસોએ પાળવાના હોય છે. આ ગ્રહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તે પાળવા માટે કયાં – કયાં પ્રકારના વિધિ અને નિષેધ છે તેનો વિસ્તાર વાસુદેવ મહાત્મય ગ્રંથમાં બહુ જ સ્પષ્ટીકરણ સાથે દર્શાવેલ છે.

જયારે – જયારે સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જ જાઈએ. તેવી આજ્ઞા આપણા હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમા કરેલી છે. સૂર્યગ્રહણ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના શ્લોક ૮૬ અને ૮૭ માં કહયું છે કે, સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે સૌ કોઈએ બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.’

ગ્રહણ હોવાથી આટલી વિધિ કરવી જાઈએ. :♦

ચાલુ ગ્રહણ સમયે એક જ સ્થાને બેસીને ભગવાનના મંત્રનો જાપ અને કથા કીર્તનાદિ કરવું.
સૂર્યગ્રહણ – ચંદ્રગ્રહણ વખતે રાંધેલું અન્ન વધેલું પડ્યું હોય તો તે ત્યાગવું.,

અથાણાં, દૂધ, દહીં, છાસ, ઘી, તેલ, તેલમાં તળેલી વાનગીઓ, માટીથી બનેલું પાણી ભરવાનું માટલું વગેરેમાં તલ અને દર્ભ (દાભડો) નાખવાથી તેને ગ્રહણ લાગતું નથી, પવિત્ર રહે છે.,

શણ, ઊન, દર્ભ, રેશમ – આ પૈકી કોઈપણ વસ્તુનું વણેલું કાપડ, ધાબળી, આસન કે અંબર પવિત્ર ગણ્યાં છે. સુતરાઉ કપડાં, આસન વગેરેનો સ્પર્શ ગ્રહણ દરમિયાન થઈ ન શકે. ગ્રહણ પૂર્ણ થયા બાદ શુધ્ધિ કેવી રીતે કરવી ?

સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ના અંતે સર્વે મનુષ્યોએ વસ્ત્રસહિત સ્નાન કરવું જે ગૃહસ્થાશ્રમમાં રહયા હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.’

 સૂર્ય- ચંદ્ર ગ્રહણના વેધમાં જા કોઈ માણસ જમ્યો હોય તો તે ત્રણ દિવસ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.