કુમકુમ મંદિર ખાતે ૨૫ ફૂટની વિશાળ રંગોળી કરવામાં આવી
અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે વચનામૃત ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભે ૨૫ x ૧૩ ફૂટની વિશાળ રંગોળીના મધ્યે ૧૫ x ૭ ફૂટની વિશાળ વચનામૃત ગ્રંથની પ્રતિકૃતિ પધરાવીને મહંતશ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પૂજન કર્યુ હતુ. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યુ હતુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મુખમાંથી જે વાણી વહી હતી.
તેનો જે ગ્રંથ બન્યો તેને વચનામૃત કહેવાય છે આ ગ્રંથને ૨૦૦મી જયતી નિમિત્તે તા ૧ ડિસેમ્બર સુધી તેની ઉજવણી શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે કરવામાં આવશે. તા ૧ ડીસેમ્બર ના રોજ વચનામૃત ગ્રંથની સુવર્ણતુલા પંચત્નતુલા કરવામાં આવશે.