Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી

ભગવાને હિંડોળામાં બિરાજમાન કરીને કેશુડાંના જળથી ભગવાન ઉપર છંટકાવ કરવામાં આવ્યો.

– આ ફૂલદોલોત્સવ પ્રસંગે ધૂન – કીર્તન સાથે ઔચ્છવ કરવામાં આવશે.

– કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચ ને સોમવાર ના રોજ સવારે ૮ – ૦૦ થી ૯ – ૩૦ વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર કેશુંડાના
જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીઘા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગાઈને ઔચ્છવ કરવામાં આવ્યો હતો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ – રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, ધુળેટી ને કુલદોલોત્સવ, રંગોત્સવ
કે પૉખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની
સાથે શ્રી કૃષ્ણ ભગવાન એક વાર રેવતાચળ – ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની
રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિધ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો
પ્રારંભ થયો.આમ,ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.

“ફૂલદોલોત્સવ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે.જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે.વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળમાં ઝુલાવામાં આવ્યા હતા અને સવરવિતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરુપે બિરાજીને દશન આપ્યા હતા.

સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહયો છે. ભગવાન આ “કુલદોલોત્સવ’ ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભકતો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ઘધાળી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.