કુમકુમ મંદિર દ્રારા રત્ન કણિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું
જ્ઞાનના સિંધુને બિંદુમાં પ્રાપ્ત કરવાનું પુસ્તક એટલે રત્ન કણિકા : સાધુ પ્રેમવત્સલદાસજી |
શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ- મણિનગર દ્રારા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના શુભ હસ્તે રત્ન કણિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પુસ્તકશ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-૧ ની વાતોમાં જે ઉપદેશ આપ્યો છે, તેને સંક્ષેપ્તિમાં સંગ્રંથિત કરીને રત્ન કણિકા પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
જેની અંદર આ જીવનપ્રાણ બાપાશ્રીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા, સિંધ્ધાતો, પ્રતિપાદિત કરેલા છે,તેવી મહત્વની બાબતો આવરી લેવામાં આવી છે. આ પુસ્તક વાંચીને દરેક માણસને પોતાના મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોનું સમાધાન મળી જાય છે. આ પુસ્તકમાં જ્ઞાનના સિંધુને બિંદુમાં ભરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.