કુમકુમ મંદિર દ્વારા અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે
સ્વામિનારાયણ મંદિર કુમકુમ (મણીનગર) ના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું છે કે. કોરોના વાયરસ રૂપી મહામારી ના કારણે સર્વત્ર ઠેકાણે lockdown ચાલી રહ્યું છે એટલા માટે ઘણા માણસોને ભોજનની તકલીફ પડી રહી છે તે કારણથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદ ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદભાઈ દાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિર દ્વારા ૨,૦૦૦ કિલોગ્રામ અનાજ માથી kit તૈયાર કરવામાં આવી છે
અને આ kit જરૂરિયાતવાળા માણસોને આપવામાં આવી રહી છે કુમકુમ મંદિર દ્વારા જ્યારે જ્યારે કુદરતી આપત્તિ આવે છે ત્યારે ત્યારે આ પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે સાધુ પ્રેમવત્સલ દાસજી આ કીટ ની અંદર નીચે નીચે પ્રમાણેની સામાન ભરવામાં આવે છે. 10 કિલો ઘઉં નો લોટ 2 કિલો ચોખા 1 કિલો તુવેરદાળ 1 કિલો મગની દાળ 1 કિલો કઠોળ 1 કિલો ગોળ 2 કિલો ખાંડ 1 કિલો તેલ 250 ગ્રામ મરચું 250 ગ્રામ ધાણાજીરું 250 ગ્રામ હળદલ 500 ગ્રામ મીઠું 2 નાહવાના સાબુ 1 કપડાં ધોવાનો સાબુ