કુમકુમ મંદિર દ્વારા સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો
કુમકુમ મંદિર દ્વારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 79 માં દીક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 100 વર્ષની ઉંમર ધરાવતા મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 79 માં દીક્ષા દિન પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,આ પ્રસંગે સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને શ્રી સ્વામિનારાયણ ભગવાન દીર્ઘ આયુષ્ય આપે એટલા માટે દેશવિદેશના હરિભક્તો દ્વારા જનમંગલ નાં 8000 પાઠ કરવામાં આવ્યા હતા.સભામાં તેની પૂર્ણાહુતિ કરીને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી.