કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્રારા પ્રજાસત્તાક દિન નિમિત્તે 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવવામાં આવ્યું
ભગવાન સૌને કોરોના વાયરસ અને માસ્ક થી આઝાદી અપાવે અને સૌને વેક્સીન લાભદાયી બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
તા. ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્રારા 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવવામાં આવ્યું હતું. જેની અંદર ભારતના નકશાની કૃત્તિ અને વેક્સીન પણ કંડારવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં આ માસ્ક અર્પણ કરીને ૧૦૦ વર્ષીય મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી હતી કે, “હે ભગવાન્ ! સૌને કોરોના વાયરસ અને માસ્ક થી આઝાદી અપાવો અને વેક્સીન જે મૂકાવે તેને તે લાભદાયી નીવડે અને તેનું સ્વાસ્થ્ય સારું બની રહે”
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જયાં સુધી કોરોના વાયરસની સંપૂર્ણ નાબુદી થઈ નથી. ત્યાં સુધી આપણે તેનાથી આઝાદી પ્રાપ્ત થાય તે માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, માસ્ક અવશ્ય પહેરવું જોઈએ,સોશિયલ ડીરન્ટન્સ પણ રાખવું જોઈએ અને વેક્સીન મૂકાવવી જોઈએ.જેથી સૌનું સ્વાસ્થ્ય નિરામયી બની રહે. આપણે સૌએ કોરોના વાયરસથી હિંમત ના હારવી જોઈએ અને આપણે હિંમત રાખીને કોરોના વાયરસની સાથે લડવું જોઈએ, તો એક દિવસ ચોકકસ “હારશે કોરોના અને જીતશે ભારત.”
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ