Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે સભા યોજાઈ

ભગવાને રાષ્ટ્રધ્વજના ત્રિરંગાના શણગાર કરવામાં આવ્યા: યુવાનો, ‘આઝાદ’ બનો,અને સૌને બનાવો – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે. કેસરીયો, સફેદ અને લીલોરંગ. : – કેસરીયો રંગ આપણને સાહસ, બલિદાન શીખવે છે. કેસરીયો રંગ ધર્મના પ્રતિક રુપ છે.  સફેદ રંગ આપણને સચ્ચાઈ અને શાંતિ રાખવાનું શીખવે છે. સફેદ રંગ પવિત્રાનો પ્રતિક છે. :લીલોરંગ આપણને હળી મળીને રહેવાનું શીખવે છે. લીલોરંગ સંપન્નતાનો પ્રતિક છે. : – અશોક ચક્ર સદાય પ્રગતિશીલ રહો નો સંદેશો આપે છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે પ્રજાસત્તાક દિન અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભારત દેશના રાષ્ટ્રધ્વજના ત્રિરંગાના અદ્‌ભૂત શણગાર કરવામાં આવ્યા હતા. આ શણગારના દર્શન તા. ર૬ જાન્યુઆરી સુધી ભકતો ના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવનાર છે.

તા. રપ જાન્યુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે યુવાનોમાં સમજણની દ્રઢતાવ વધે તે માટેની સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં શ્રી હરિવલ્લભદાસજી સ્વામીએ અને શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ પ્રવચન કર્યા હતા.

આ પ્રસંગે તા. ર૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન હોવાથી કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત માટે જેમણે કુરબાની આપી છે. તેવા શહીદોને આપણે અવશ્ય યાદ કરવા જાઈએ.

આ હિન્દુસ્તાન ઉપર છેલ્લે અંગ્રેજાએ પોતાની સત્તા જમાવી હતી અને સમગ્ર ભારતને કબજે કરી લીધું હતું ત્યારે તેના રક્ષા કવચ માટે ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક, વાસુદેવ બળંવત ફાડકે, ખુદીરામ બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, આદિ અનેકે આંદોલનો ચલાવ્યા હતા. અને દેશને બલિદાન આપીને સ્વતંત્રતા અપાવી છે, આજે આવા શહીદોના કારણે આપણું ભારત સારાય વિશ્વમાં અગ્રેસર રહયું છે. ત્યારે આપણી ફરજ બની જાય છે કે, તેમને અવશ્ય યાદ કરવા જ જાઈએ અને આપણે પણ દેશ માટે બલિદાન આપવા માટે તૈયાર રહેવું જાઈએ.

આજે ભારત દેશની રક્ષા માટે,આંતકવાદીઓથી દેશને બચાવવા માટે કેટલાય સૈનિકો પોતાનું લોહી વહાવીને દેશની રક્ષા કરી રહયા છે, ત્યારે આપણે તેમની અને તેમના પરીવારની કદર કરવી જાઈએ, બની શકે તેટલી તેમને આર્થિક મદદ પણ કરવી જાઈએ.

ખરેખર આપણે આજે વિચાર કરવાની જરુર છે કે, અત્યારે આપણે ખરા અર્થમાં આઝાદ છીએ ખરા ? આજે આંતકવાદ વધી રહયો છે, આજે સારાય ભારત દેશમાં ભષ્ટ્રાચારે માજા મૂકી છે.કોઈ કામ પૈસા વગર થતું નથી ? આજે બહેન દીકરીઓ સહી સલામત નથી, દિન પ્રતિદીન તેમની મશ્કરીઓ થાય છે ? તેમની ઉપર બળાત્કાર થાય છે, આ ખરા અર્થમાં આઝાદી ના કહેવાય કહેવાય , આપણે સાચા અર્થમાં સ્વતંત્ર થયા ન કહેવાય . તેથી આજના યુવાનો તમે આગળ આવો, તમે આગળ આવશો, તો સર્વ બદીઓ અવશ્ય દૂર થઈ જશે. યુવાનો જે ધારે તે કરી શકે તેમ છે.

તેથી આજે આપણે સહુ કોઈએ દેશના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ બનવું જાઈએ અને દેશના કોઈ પણ વ્યકિત જયારે મુશ્કેલીમાં હોય ત્યારે તન, મન અને ધનથી તેની સેવા કરવી જાઈએ, આવી રીતે આપણે દેશને સેવા કરીએ તો જ ખરા અર્થમાં આપણે ર૬ જાન્યુઆરીની ઉજવણી કરી કહેવાશે.

આપણા રાષ્ટ્રધ્વજને આપણે વંદન કરીએ છીએ, એ સારી બાબત છે.પરંતુ રાષ્ટ્રધ્વજ આપણને શું શીખવે છે. વિચારવાની જરુર છે. આપણામાં આવા ગુણો કેળવીએ અને પછી ધ્વજવંદન કરીશું , તો જ આપણે ખરા અર્થમાં ર૬ જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કર્યું એ સાર્થક બનશે. તો આવો આપણે ખરા અર્થમાં ધ્વજવંદન કરીએ. આઝાદીને મેળવીએ. સ્વતંત્ર બનીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.