Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર ઓનલાઈન જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાઈ

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામી ની ર૮૧ મી જયંતી ઉજવાઈ.

જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો પૂર્યા હતા. તેમ આજના યુવાનોએ બહેન-દિકરીની મશ્કરી થતી હોય, તો મદદ કરવી જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી.

તા.૧ર ઓગષ્ટ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – દ્વારા જન્માષ્ટમીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ જે રામાનંદ સ્વામી તેમની ર૮૧ મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ પદે કરવામાં આવી હતી.

સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રી સહજાનંદ સ્વામી એટલે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા ગુરુ રામાનંદસ્વામીની પ્રાગટ્ટય જયંતી શ્રાવણ વદ – આઠમના રોજ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જન્માષ્ટમી અંગે અને શ્રી કૃષ્ણ ભગવાન અંગે આંકડાકીય માહિત આપતા જણાવ્યું હતું કે, વારણસી ખાતેની વૈદિક શોધ સંસ્થાનમ્ દ્વારા બહાર પાડેલી ગણતરી પ્રમાણે કૃષ્ણનો જન્મ પર૪૬ વર્ષ અગાઉ થયો હતો.

શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્વાપરયુગમાં ઈ.સ. ૩૨૨૮ ની તા. ૧૯ જુલાઈ ના રોજ રાત્રે બાર વાગે થયો હતો તેમ માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધ વખતે તેમની ઉંમર ૮૯ વર્ષ , ૨ માસ , ૭ દિવસની હતી.તેઓ ૧રપ વર્ષ ૭ માસ, ૭ દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્ય રુપે રહયા હતા. તેમનો અગ્નિ સંસ્કાર વિધી અર્જુને કર્યો હતો તેમ માનવામાં આવે છે.

: કૃષ્ણના જીવનમાંથી યુવાનોને સંદેશ :
આજના યુવાનોએ આજના સમયને ધ્યાનમાં રાખીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં થી શું સંદેશો – પ્રેરણા લેવી જોઈએ તે અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો પૂર્યા હતા. તેમના આજના યુવાનોએ બહેન – દિકરીની મશ્કરી થતી હોય, તેમની સલામતિ જોખમમાં હોય ત્યારે તેમની રક્ષા કરવી જોઈએ. અને કયારેય બહેન દિકરીઓ ઉપર કૃદ્રષ્ટી ના કરવી જોઈએ.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.