કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્રારા કોરોના વાયરસથી બચવા માટે શું કરશો ?
એ વિષય ઉપર ઓનલાઈન સત્સંગ યોજાશે.
તા.ર૩ સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા રાત્રે ૯ – ૦૦ થી ૧૦ – ૦૦ ઓનલાઈન સત્સંગ સભા યોજાશે. જેમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી ભગવાનને પામવા માટે શું કરવું જોઈએ ? અને કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ ? એ વિષય ઉપર પ્રવચન આપશે અને ત્યારબાદ મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.આ સમગ્ર કાર્યક્રમનો સૌ કોઈ લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસ ખૂબ ફૂલી ફાલી રહયો અને દરેકને માણસોને તેનો ચેપ લાગી રહયો છે.જેના કારણે માણસો શારીરીક રીતે અને આર્થિક રીતે પાયમાલ થઈ રહયા છે,ત્યારે આપણે સૌ કોઈ જાગૃત થવાની જરુર છે અને ખાસ કરીને મરણ અને લગ્ન પ્રસંગોએ ભેગા થવું જોઈએ નહિ, સાથે સાથે ધાર્મિક પ્રસંગો– ઉત્સવોમાં પણ ભેગા થવું ના જોઈએ અને આપણા પરીવારમાં કોરોના વાયરસ આવ્યો હોય તો તેને ગુપ્ત ના રાખવો જોઈએ, જેથી કરીને બીજાને મુશ્કેલીઓ ઉભી ના થાય,આવી અનેક બાબતો આપણે સહુ કોઈ જાણવા જેવી છે.
– સાધ પ્રેમવત્સલદાસજી કુમકુમ