કુરાલ ખાતે જીનાલયનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
ભરૂચ: પાદરા તાલુકા ના કુરલા ગામે શ્રી વિજયવલ્લભ સ્મારક અને શ્રેયાંસનાથ ભગવાન નો ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ.પૂજ્ય આ.મ શ્રીમદ વિજય નિત્યાનંદ સુરીશ્વરજી ની ઉપસ્થિતિ માં યોજાયો.
ગુરુ વલ્લભ ની જન્મભૂમી વડોદરા ની ધન્યધરા કુરાલ જંબુસર મુખ્યમાર્ગ ગુરુદેવ ની ૧૫૦ મી જન્મજંયતી ની સાર્ધ સ્મૃતિ સ્વરૂપે નવનિર્મિત ભવ્ય શ્રી વિજયવલ્લભ સ્મારક પરિસર માં ૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી શ્રેયાંસનાથ શ્રી સુશાંતિ જીન પ્રસાદ માં ભવ્યાતીભવ્ય અંજનશલાકા સાથે પ્રતિષ્ઠા મહોત્સવ પ.પૂજ્ય નિત્યાનંદસૂરી મ.સા અને મુનિરાજ મોક્ષાનંદ વિજયજી સાહેબ ની નિશ્રામાં સંપન્ન થયો.
નવ દિવસ સુધી યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ માં અનેક ધાર્મિક પૂજન વિધિ માં અંજનશલાકા,પૂજન અને સાવન,કલ્યાણક વિધાન,જન્મ કલ્યાણક,ચૈતન્ય અભિષેક પ્રતિષ્ઠા તથા અંજન કેવલજ્ઞાન,ભગવાન ના ૧૦૮ અભિષેક સહીત વિજય મુર્હત માં પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા.લધુશાંતિ સનાત્ર,વિધાન કળશ પૂજા અને ધ્વજારોહણ કાર્યક્રમ વિધિકારક પંડિત જયેશભાઈ દ્વારા સગીત ની સુરાવલી સાથે કરવામાં આવ્યો હતો.
પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આખાક્ષેત્ર નો વિકાસ થાય,દરેક ની ઉન્નતી થાય અને ચારો તરફ જાહોજલાલી સાથે દરેક જીવો નું કલ્યાણ થાય તેવા શુભાશીષ પ.પુ.આ.નિત્યાનંદસૂરી મ.સા આવ્યા હતા.આ પ્રસંગે ભુપેન્દ્રભાઈ,ચિરાગભાઈ ઝવેરી,જશપાલસિંહ,વસંતભાઈ સહી સહીત દેશ અને વિદેશ સહીત આજુબાજુ ના શહેરો માંથી શ્રાવકો મોટી સંખ્યા માં હાજર રહી પ્રતિષ્ઠા મહોત્સવ નો લાભ લીધો હતો.