કુરીયાર બોયની નજર ચુકવી ૭૧ હજારની મત્તાની ચોરી
સરથાણામાં કુરીયરના બે પોટલામાંથી રૂ. ૭૧,૮૪૪ના મતાના લેડીઝ કપડાની ચોરી
સુરત, સરથાણા યોગીચોક વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝાના ગ્રાઉન્ડમાંથી અઠવાડિયા પહેલા કોઈ અજાણ્યો કુરીયાર બોયની નજર ચુકવી કુલ રૂપીયા ૭૧ હજારની મત્તાની સાડી, લેગા, લેડીઝ ટોપ, ટી-શર્ટ, ગાઉન દુપટ્ટાïના અલગ અલગ ૬૩ જેટલા પાર્સલના બે પોટલા ચોરી કરી નાસી ગયો હતો.
સરથાણાï યોગીચોક પાસે સિલ્વર પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોરમાંથી અઠવાડિયા પહેલા કોઈ અજાણ્યો રૂપીયા ૭૧,૮૪૪ની કિંમતના કાપડના બે પોટલાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ પાંડેસરા શ્રીરામનગર સોસાયટીમાં રહેતા જયકિશન બાજીરાવ સરોદે ઍક્સપ્રેસ બીજ કુરિયરમાં નોકરી કરે છે. જયકિશન સરોદે દ્વારા યોગીચોક સિલ્વર પ્લાઝા ગ્રાઉન્ડ ફલોર પર સાડી, લેગા, લેડીઝ ટોપ, ટી-શર્ટ,ગાઉન અને દુપટ્ટા ભરેલા બે પોટલા મૂકવામાં આવ્યા હતા. જેની કિંમત અંદાજે રૂ.૭૧,૮૪૪ હતી. જે પોટલાઓ કોઈ અજાણ્યો ઈસમ આ બંને પોટલા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે જયકિશન સરોદે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.