Western Times News

Gujarati News

“કુરુક્ષેત્ર – ૨૧” એવોર્ડ સમારંભમાં બીઝ ટ્રીઝ નેટવર્કર્સ દ્વારા બિઝનેસ નેટવર્કિંગમાં માહિર ૧૮ યોદ્ધાઓને કરવામાં આવ્યું સમ્માનિત

અમદાવાદ :છેલ્લા 2 વર્ષ દરમિયાન, જ્યારે આખી દુનિયા કોવિડ રોગચાળાના વિપરીત પ્રભાવો સામે લડતી હતી અને વ્યવસાય અને સમાજનું મનોબળ એકદમ નીચું હતું, ત્યારે દરેકને મદદ કરવી જરૂરી બની હતી. આવા સંજોગોમાં વ્યવસાય ને પુનર્જીવિત કરવું તે શક્ય બનાવવા માટે એક બીજાના સહયોગ અને નેટવર્કિંગ કરવાનું બહુ મહત્વપૂર્ણ હતું.

એટલે જ સ્મોલ અને મિડ કેપ બિઝનેસ ઉદ્યોગસાહસિકો અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓને ટેકો આપવા માટે સુશ્રી રિદ્ધિ રાવલે “બીઝ- ટ્રીઝ” નામનું એક મજબૂત નેટવર્કિંગ મંચની પરિકલ્પના કરી હતી. 12 ડિસેમ્બર, 2020 ના રોજ શરૂ થયેલ આ બિઝનેસ નેટવર્કિંગની ફોરમ નું મુખ્ય ટેગ લાઇન છે ” નેટવર્કિંગ ઇઝ ઍવેરીથીંગ”.

બિઝ ટ્રીઝ બિઝનેસ નેટવર્કિંગ ગ્રૂપના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા સુશ્રી રિદ્ધિ રાવલે જણાવ્યું કે, “અમારો મુખ્ય વિચાર એ હતો કે આપણે આપણા પોતાના વર્તુળમાં જ વ્યવસાય કરી શકીશું અને તે પણ કોઈ આંતરિક સ્પર્ધા વિના. એટલે જ આટલા મુશ્કેલ 6 મહિનામાં અનિશ્ચિત સમયમાં પણ અમારા દ્વારા ૩ ચેપ્ટર્સ આરંભ, આસમાન અને અનંત નું પરિકલ્પના કરવામાં આવ્યું

અને આજે આપણે લગભગ 165 સમર્પિત અને ઉત્સાહી સભ્યોનું કુટુંબ છીએ જે નેટવર્ક માટે તત્પર અને તૈયાર છે, આ બિઝનેસ કૉમ્યૂનિટીમાં અમે એકબીજાને વિકસાવવામાં મદદ કરીયે છે, સમુદાયની સેવા કરીયે છે અને અર્થતંત્રને જીવંત બનાવવા માટે વ્યવસાય ઉત્પન્ન કરવાનું સતત પ્રયાસ કરીયે છીએ.

વોડાફોન અને ગૃહ ફાઇનાન્સ જેવા કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવાનું મારા એક દાયકાથી વધુનું અનુભવ છે અને એના થી મને બધા ઉભરતા ઉદ્યોગસાહસિકોને એક જ છત હેઠળ લાવવા અને એને એકબીજા સાથે એક પરિવાર તરીકે કામ કરવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ આપવાનું વિચાર આવ્યો. ફક્ત છેલ્લાં 6 મહિનાના સમયગાળામાં, અમે આંતરિક રેફરલ્સ દ્વારા 1 કરોડ, 15 લાખથી વધુનો વેપારનું સંચય કર્યું . ”

 

છેલ્લા એક મહિના થી ચાલનાર બિઝનેસ નેટવર્કિંગ કમ્પિટીશન “કુરુક્ષેત્ર – ૨૧” ના વિશે વાત કરતા શ્રીમતી રાવલે જણાવ્યું હતું કે, “આપણે બધા પ્રખર ઉદ્યમીઓ છીએ અને આપણી સાચી દ્રષ્ટિ અને શક્તિ બતાવવા થોડી સ્પર્ધા કરવાનું પસંદ કરીયે છે.

તેથી 31 મી મે, ૨૦૨૧ થી અમે એક ખ્યાલ રજૂ કર્યો જે હતો દ બેટલ ઓફ બિઝનેસ – “કુરુક્ષેત્ર -21”. આખું બિઝ ટ્રીઝ કુટુંબને તેમના વ્યક્તિગત કપ્તાન સાથે 7 ટીમોમાં વહેંચાયેલું હતું અને આ ચેલેન્જમાં મસાલા ઉમેરવા માટે અમે પાવર પ્લે, સેમી ફાઈનલ અને ફાઈનલના રાઉન્ડ પણ ઉમેર્યા હતા.

દર અઠવાડિયે એક એક કરી ટિમો આ સ્પર્ધા થી બાહર થતા ગયા અને અંતે BIZ TREEZ કુટુંબના 18 સૌથી લાયક અને જુસ્સાદાર લડવૈયાઓને આ એવોર્ડ આપીને અમને આનંદ થાય છે. હું બીઝ ટ્રિઝના પ્રેસીડેન્ટ કૃપાલ ઠક્કર અને મારી મુખ્ય સમિતિના સભ્યો હેતલ શાહ, રિંકુ શાહ, મોનિકા શાહ અને વૃષ્ંક મહેતા ને આ પહલ ને સફળ બનાવા માટે ખુબ અભિનંદન આપું છું. બીઝ ટ્રિઝ પરિવારના બધ્ધા સભ્યો ને પણ ખુબ ખુબ આભાર જેને કુરુક્ષેત્ર યુદ્ધ માં ભાગ લીધા અને એને એક સફળ બિઝનેસ નેટવર્કિંગના યુદ્ધ બનાવવા માટે ટેકો આપ્યા. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.