કુલગામમાં આતંકવાદીઓના ગોળીબારીથી ૧ પોલીસ જવાન શહીદ

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં જણાવ્યું કે આતંકવાદીઓએ બંટો શર્મા નામના પોલીસકર્મી પર ગોળી ચલાવી જેથી ઘાયલ થઇ ગયા.
આ ઘટનામાં બંટો શર્મા ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પછી તેમના સાથી તાત્કાલિક જ બંટો શર્માને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધી તેમનું મોત નિપજ્યું હતું. આ હુમલા બાદ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં ઘેરાબંધી કરી હુમલાવરોની શોધખોળ ચાલુ છે.HS