કુલગામમાં આતંકીઓના સ્થળેથી અનેક હથિયારો મળ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/TOOROOIER-scaled.jpg)
Files Photo
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લાના મંજગામ વન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકી સ્થળોનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોને કુલગામ જીલ્લાના ડી એચ પોરાના રહમકાન મંજગામ વન વિસ્તારમાં આતંકી ગતિવિધીની માહિતી મળી હતી ત્યારબાદ તલાશી અભિયાન કરી સ્થળોનું ભંડાફોડ કરવામાં આવ્યો હતો
આ દરમિયાન ત્યાંથી કેટલાક હથિયારો કબજે કરવામાં આવ્યા હતાં અને વિસ્તારની તલાશી શરૂ કરવામાં આવી હતી આ ઓપરરેશન સેનાની ૩૪ રાષ્ટ્રીય રાયફલ્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
એ યાદ રહે કે આ પહેલા ૨૦ એપ્રિલે પુલવામા જીલ્લાના ત્રાલના કમલા વન વિસ્તારમાં આતંકી સ્થળોનો ભંડાફોડ થયો હતો આ દરમિયાન પોલીસ અને સીઆરપીએફે તલાશી અભિયાન કરી આતંકી સ્થળો પરથી વાંધાજનક સામગ્રી કબજે કરી હતી. પોલીસે આતંકી સ્થળોને પણ નષ્ટ કર્યા હતાં. પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ મામલો દાખલ કરી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે તેના માટે પોલીસે કેટલાક યુવાનોની ધરપકડ કરી તેમની પુછપરછ પણ શરૂ કરી હતી.