કુલભુષણની સજાની સમીક્ષાનાં બિલને PAK સંસદીય પેનલની મંજુરી
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભુષણ જાધવનાં કેસમાં રાહતનાં સમાચાર છે. પાકિસ્તાનની સંસદિય પેનલે જાધવની સજાની સમીક્ષા માટે સરકારનાં બિલને મંજુરી આપી, મિડિયા રિપોર્ટનાં અનુસાર આતરરાષ્ટ્રિય કોર્ટની સુચનાનું પાલન કરતા કુલભુષણ જાધવનાં મોતની સજાની સમીક્ષા માટે સરકારે બિલને મંજુરી આપી.
આ પહેલા કુલભુષણ જાધવ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલા બચાવ પક્ષનાં વકીલે કોર્ટમાં રજુ થવાનો ઇન્કાર કર્યો હતો, ઇસ્લામાબાદ હાઇકોર્ટનાં બે સિનિયર વકીલ આબિદ હસન મિંટો અને મખદુમ અલી ખાનને બચાવ પક્ષનાં વકીલ તરીકે નિયુક્ત કર્યા હતાં, પરંતું બંને વકીલોએ કુલભુષણ જાધવનાં કેસ લડવાથી ઇન્કાર કરી દીધો.
આબિદ હસન મિંટોએ પોતાના બચાવમાં કહ્યું છે કે તે રિટાયર થઇ ચુક્યા છે, અને લાંબા સમયથી પ્રેક્ટિસમાં પણ નથી, મખદુમ અલી ખાને પણ જરૂરી કામનું બહાનું કાઢીને કેસથી પીછો છોડાવ્યો છે, અત્રે ઉલ્લેખનિય છે કે ભારતે પાકિસ્તાની જેલમાં બંધ કુલભુષણ જાધવનાં કેસમાં તટસ્થ સુનાવણી માટે ક્લિંસ કાઉન્સિલ અથવા તેની બહારનાં વકીલની માંગ કરી હતી.