કુલભૂષણ જાધવ મામલે ભારતને ઇમરાન સરકાર સ્થિતિ સ્પષ્ટ કરેઃઇસ્લામાબાદ હાઇકોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/imran-1-1024x493.jpg)
ઇસ્લામાબાદ: પાકિસ્તાન ખાતે ઇસ્લામાબાદ હાઇકોર્ટે વિદેશ કાર્યાલયને નિર્દેશ આપ્યો છે કે તે કુલભૂષણ જાધવ મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને લાગુ કરવાના હેતુ ન્યાયાધિકાર ક્ષેત્રના સંબંધમાં ભારતને સ્થિતિ સ્પષ્ટ કરે. ભારતીય નૌસેનાના સેવાનિવૃત અધિકારી ૫૦ વર્ષીય જાધવને એપ્રિલ ૨૦૧૭માં પાકિસ્તાની સૈન્ય અદાલતે જાસુસી અને આતંકવાદનો દોષીત ઠેરવી મોતની સજા સંભળાવી હતી.
ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતનું વલણ કર્યું અને પાકિસ્તાન દ્વારા રાજદ્વારી પહોંચી નહીં આપવા અને મોતની સજાને પડકાર આપ્યો હેગ ખાતે આંતરરાષ્ટ્રીય અદાલતે જુલાઇ ૨૦૧૯માં આપેલ નિર્ણયમાં કહ્યું કે પાકિસ્તાન જાધવને દોષી ઠેરવવાના નિર્ણય અને સજાની પ્રભાવી રીતે સમીક્ષા અને પુનર્વિચાર કરે અને સાથે જ વિલંબ વિના ભારતને રાજદ્વારી પહોંચ આપે
આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે પાકિસ્તાન જાધવને સૈન્ય અદાલતના નિર્ણયની વિરૂધ્ધ અપીલ કરવા માટે યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવે પાકિસ્તાન સરકારે ગત વર્ષ વિશેષ અધ્યાદેશ જારી કર્યું અને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જે ભારતથી જાધવ માટે વકીલ નિયુકત કરવા માટે વારંવાર કહી રહ્યંાં છે. ઇસ્લાબાદ હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ અથર મિનાલ્લાહ ન્યાયમૂર્તિ આમિ ફારૂક અને ન્યાયમૂર્તિ મિયાંગુલ ગસન ઔરંગજેબની બેચ મામલાની સુનાવણી કરી રહી છે.
અહેવાલો અનુસાર ભારતીય ઉચ્ચાયોગે વકીલના માધ્યમથી ઇસ્લામાબાદ હાઇકોર્ટ દ્વારા મામલામાં બચાવ પક્ષના વકીલ નિયુકત કરવાના ન્યાયાધિકાર ક્ષેત્રને પડકાર આપ્યો અને અદાલતે વાંધા પર સ્ષષ્ટતા કરવાનો પ્રયાસો કર્યો સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ મિનાલ્લાહે ભારતીય ઉચ્ચાયોગના વકીલ બેરિસ્ટર શાહનવાજ નુને પુછયુ કે શું તેમણે નવી દિલ્હીને જાધવ મામલાની માહિતી આપી છે કે નહીં તેના પર વકીલે કહ્યું કે ભારત સરકારનો મત છે કે આ મામલો ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધિકાર ક્ષેત્રમં આવતો નથી તેના પર અથર મિનાલ્લાહે ટીપ્પણી કરી એવું લાગે છે કે ભારત સરકારને આ અદાલતની સુનાવણીને લઇ ગલતફેમી છે અદાલતે કહ્યું કે આ મામલો ફકત આ અદાલતના ન્યાયધિકાર ક્ષેત્રથી જ જાેડાયેલો નથી પરંતુ આંતરરાષ્ટ્રી અદાલતના નિર્ણયને લાગુ કરવાથી પણ જાેડાયેલ છે. ન્યાયમૂર્તિએ સાથે જ વિદેશ કાર્યાલયને નિર્દેશ આપ્યો કે તે ભારત સરકારથી સંપર્ક કરી સ્થિતિ સ્પષ્ટ કરે