કુલી નંબર ૧માં ગોવિન્દા ખાસ રોલમાં જોવા મળશે
મુબંઇ, વર્ષ ૨૦૧૭માં ડેવિડ ધવને પોતાની ફિલ્મ જુડવાની રિમેક બનાવી હતી. જુડવા ફિલ્મ વર્ષ ૧૯૯૭ની રિમેક ફિલ્મ હતી. એ ફિલ્મમાં પણ ડેવિડ ધવને આ બાબતનુ ધ્યાન રાખ્યુ હતુ કે સલમાન ખાન રીમેકમાં નાનકડા રોલમાં નજરે પડે. ખાસ બાબત એ છે કે ફિલ્મના છેલ્લા પાંચ મિનિટમાં સલમાન ખાન વરૂણ ધવનની સાથે ડાન્સ કરતો નજરે પડે છઠે. તે ફિલ્મની વિશેષતા હતી. હવે કોમેડી કિંગ ડેવિડ ધવન અને વરૂણના પિતા નવી ફિલ્મ બનાવી રહ્યા છે. ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર વનની રીમેકને લઇને ખુબ ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ચાહકો એમ માની રહ્યા છે કે ગોવિન્દા પણ કુલી નંબર વનની રીમેક ફિલ્મમાં ટુંકા રોલમાં નજરે પડનાર છે. રાઇટર ફરહાદ સામનીએ કહ્યુ છે કે ગોવિન્દા ફિલ્મમાં કેમિયોના રોલમાં રહે તેવી કોઇ શક્યતા નથી. તેમણે કહ્યુ હતુ કે અમે ગોવિન્દાને ટુંકા રોલમાં લેવા માટે ઇચ્છુક હતા.
જો કે ગોવિન્દાના સંબંધમાં હજુ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. ફરહાદે કહ્યુ છે કે આ ફિલ્મ ગોવિન્દા માટે નજરાના તરીકે છે પરંતુ સ્પેશિયલ રોલ માટે કોઇ વાત થઇ નથી. ફિલ્મમાં સારા અલી ખાન વરૂણ ધવન મુખ્ય રોલમાં નજરે પડનાર છે.ફિલ્મને લઇને બંને કલાકારો ખુબ ઉત્સુક છે. બંને હુસ્ન હે સુહાના અને તુઝે મિર્ચી લગી તો મે ક્યા કરુ જેવા ગીતો પર નાચતા નજરે પડનાર છે. ફિલ્મને લઇને ચાહકો આશાવાદી છે. કુલી નંબર વન વિતેલા વર્ષોમાં સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં ગોવિન્દા અને કરિશ્મા કપુરની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મના તમામ ગીતો સુપરહિટ સાબિત થયા હતા. કુલી નંબર વનની પાર્ટી હાલમાં યોજવામાં આવી હતી. જેમાં ગોવિન્દા દેખાયો ન હતો. કરિશ્મા કપુર પાર્ટીમાં હાજર રહી હતી. ફિલ્મ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે.