કુલ ૪.૨૨ લાખ દર્દીઓએ કોરોના વાયરસને માત આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona1-7-1024x683.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી, દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતી હોય એવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે એક દિવસમાં નોંધાતા સંક્રમણના કેસ ૩ લાખથી નીચે નોંધાયા છે. પરંતુ ચિંતાજનક બાબત મોતના આંકડા છે. એક દિવસમાં નોંધાતા આંકડા ચાર હજારથી નીચે નથી આવી રહ્યા.
નોંધનીય છે કે, ૧૮ મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૬૩,૫૩૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪,૩૨૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૫૨,૨૮,૯૯૬ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કુલ ૧૮,૪૪,૫૩,૧૪૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૧૫ લાખ ૯૬ હજાર ૫૧૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪,૨૨,૪૩૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૩,૫૩,૭૬૫ એક્ટિવ કેસ છે.
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૭૮,૭૧૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ મે સુધીમાં ભારતમાં કુલ ૩૧,૮૨,૯૨,૮૮૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે સોમવારના ૨૪ કલાકમાં ૧૮,૬૯,૨૨૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં એક દિવસમાં વિક્રમજનક ૧૨,૩૪૨ કુલ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે, જ્યારે કુલ ૭,૧૩૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત સામાન્ય થઈ રહી છે.
૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૨૭૭, વડોદરામાં ૭૦૧, સુરતમાં ૫૧૮, જૂનાગઢમાં ૩૮૨, જામનગરમાં ૨૮૩, પંચમહાલમાં ૧૮૫, આણંદમાં ૧૬૪, ગીરસોમનાથમાં ૧૬૪, રાજકોટમાં ૨૭૯, ભરૂચમાં ૧૫૦, અમરેલીમાં ૧૩૯, ખેડામાં ૧૩૭, મહેસાણામાં ૧૩૩, દાહોદમાં ૧૩૨, મહીસાગરમાં ૧૩૦ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત, કચ્છમાં ૧૩૩, સાબરકાંઠામાં ૧૧૧, ભાવનગરમાં ૧૯૦, વલસાડમાં ૯૫, અરવલ્લીમાં ૯૨, પાટણ ૬૭, બનાસકાંઠામાં ૯૨, ગાંધીનગરમાં ૧૬૬, પોરબંદરમાં ૬૭, નવસારીમાં ૫૬, નર્મદામાં ૪૯, સુરેન્દ્રનગરમાં ૪૪, છોટાઉદેપુરમાં ૩૯, મોરબીમાં ૨૮, તાપીમાં ૧૭, દેવભૂમિુ દ્વારકામાં ૧૪, બોટાદમાં ૭, ડાંગમાં ૨ મળીને કુલ ૭૧૩૫ દર્દી નોંધાયા છે.