કુવેતથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફલાઈટમાં મુસાફર ધ્રુમ્રપાન કરતો ઝડપાયો
સિક્યુરીટી ભેદીને મુસાફર લાઈટર વિમાનમાં લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો તેની લોકોમાં ચર્ચા |
અમદાવાદ : સામાન્ય રીતે ઈન્ટરનેશનલ ફલાઈટમાં પ્રવાસ કરતા મુસાફરો વિમાનના સ્ટાફની સુચના મુજબ વર્તન ક્યારેક કોઈ એવા પ્રવાસી પણ હોય છે જેમના કારણે વિમાનના બાકીના મુસાફરો જીવનુ પણ જાખમ ઉભુ થાય છે તે જાણવા છતા પોતાની હરકતોમાથી ઉચા આવતા નથી ગત રોજ કુવેતથી અમદાવવાદ આવતી ફાલાઈટમા પણ આવો બનાવ બન્યો હતો જેમા સ્ટાફે ચેતવણી આપ્યા છતા એક મુસાફરે વિમાનમાં શૌચાલયમાં ધ્રુમ્રપાન કરતો પકડાયો હતો જેને કારણે આ મુસાફરો પકડી પોલીસને હવાલે કરાયો છે.
ગઈકાલે સવારે પોણા અગિયાર વાગ્યા કુવેતથી ઈન્ડીગોની ફલાઈટ અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા નીકળી હતી જેમા બે બાળકો સહિત કુલ ૮૮ પ્રવાસીઓ હતા. ફલાઈટમાંની ઉડાન દરમિયાન એક મુસાફરો શૌચાલયમાંથી ઘણી વાર સુધી બહાર ના આવતા સ્ટાફને શંકા જતા તપાસ કરી હતી.
જેથી શૌચાલય નજીકથી ધ્રુમ્રપાનની દુર્ગંધ આવતા આશીફ હારૂન મોહમદ અબ્દુલની રંગેરજ ૨૦ નામના આ મુસાફરો સ્ટાફે બહાર આવતા કહેતા આશીફે સિગારેટ તથા લાઈટ શૌચાલયમાં નાખીને ફલશ કરરી દીધા હતા આશીફની પૂછપરછ કર્યા બાદ આ મુદ્દે ફલાઈટના કેપ્ટને જણાવતા સુરક્ષા અધિકારીને આ અંગેની જાણ કરી હતી
જેથી સાંજે પોણા પાચ વાગ્યે ફલાઈટે અમદાવાદ ખાતે ઉતરણ કરતા જ આશીફને ઝડપી લઈને પોલીસને સોપી દેવાયો હતો.
બીજી તરફ મુસાફરોમાં એવી પણ ચર્ચા ચાલી હતી કે એરપોર્ટ પર સિક્યુરીટી સુરક્ષા હોવા છતાં આશીફ લાઈટર વિમાનમાં લાવવામાં કેવી રીતે સફળ રહ્યો.