કુવૈતમાં અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટને મળી મંજૂરી, ૭ લાખ ભારતીયોને છોડવો પડી શકે છે દેશ
નવી દિલ્હી, કુવૈતની નેશનલ અસેમ્બલીની કાયદાકિય સમિતિએ અપ્રવાસી કોટા બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. આ બિલના કારણે લગભગ ૭ લાખ ભારતીયોને કુવૈત છોડવું પડી શકે છે. ગલ્ફ ન્યૂઝે સ્થાનિક મીડિયા રિપોર્ટના હવાલાથી જણાવ્યું કે નેશનલ એસેમ્બલીએ નિર્ધારિત કર્યું છે કે અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટ બંધારણીય છે.
આ બિલ મુજબ, કુવૈતમાં ભારતીયનો વસ્તી ૧૫ ટકાથી વધુ ન હોવી જોઈએ. બિલને સંબંધિત સમિતિમાં સ્થાનાંતરિત કરવાની વાત કહેવામાં આવી છે, જેથી તેમના માટે એક વ્યાપક યોજના બનાવી શકાય. મીડિયા રિપોટર્સ મુજબ, આ બિલના કારણે લગભગ ૭,૦૦,૦૦૦ ભારતીયોને કુવૈત છોડવું પડી શકે છે. નોંધનીય છે કે કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો પ્રવાસી સમુદાય છે, જેની કુલ સંખ્યા લગભગ ૧૫ લાખ છે.
કોરોનાના વધતા સંક્રમણની સાથે જ કુવૈતમાં પ્રવાસીઓની વિરુદ્ધ નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક શાસન અને સરકારી અધિકારીઓએ કુવૈતમાંથી વિદેશીઓની સંખ્યા ઓછી કરવાની વાત કહી. જાન્સ હાપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ, કુવૈતમાં કોરોના વાયરસના ૪૯,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને કુવૈતના વડાપ્રધાન શેખ સબા અલ ખાલિદ અલ સબાહએ અપ્રવાસીઓની વસ્તી ૭૦થી ઘટાડીને ૩૦ ટકા સુધી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.