Western Times News

Gujarati News

કુવૈત તથા લંડનમાં અટવાયેલા ૫૫૧ વિદ્યાર્થીઓ અમદાવાદ આવી પહોંચ્યા

• એરપોર્ટ પર જ તેમના હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા ‘મારી નોકરી છુટી ગઈ હતી…મને આવવા મળ્યું તેનો આનંદ છે’
• ‘હું હ્રદય રોગનો દર્દી છુ….મને પહેલા આવવાની તક મળી ‘– કુત્બુદ્દીન વિરપુરવાલા
• ‘હું પ્રેગ્નન્ટ છુ, એટલે મારે તો અહીં પહોંચવાની બહુ ઉતાવળ હતી’ – મહિલા પ્રવાસી

પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકારની શરૂઆત રૂપે આજે વહેલી સવારે કુવૈતથી ૧૭૭ અને લંડનથી ૩૭૪ મળી કુલ ૫૫૧ વિધાર્થીઓ અમદાવાદ આવી પહોંચ્યા હત. . ગુજરાતના આ વિદ્યાર્થીઓને પસંદગી અપાયેલા જિલ્લાઓમાં સીધા એર્પોર્ટથી જ રવાના કરાયા હતા. વિદ્યાર્થીઓના આગમન વેળાએ સચિવ સુશ્રી મમતા વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોથી વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને લવાયેલા આ વિદ્યાર્થીઓને એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેમની પસંદહગીની હોટલો પર તથા રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાના સ્થળોએ મોકલી આપવામાં આવ્યા છે…માર્ગદર્શિકા પ્રમાણેનું ક્વોર ન્ટાઈન પુર્ણ કરી તેઓ તેમના ઘરે જઈ શકશે…

વિદેશથી આવેલી વિદ્યાર્થી કહે છે કે, ‘અમને ત્યાં સારી ટ્રીટમેન્ટ નહતી મળતી…. અહીં આવીને સારી ટ્રીટમેન્ટ મળશે તેવો વિશ્વાસ છે…’ તો વડોદરાના એક પ્રવાસી શ્રી કુત્બુદ્દીન વિરપુરવાલા કહે છે કે, ‘ ઈન્ડિયન એમ્બેસીએ અહીનીં સરકારે ખુબ મદદ કરી છે….હું હ્રદયરોગનો દર્દી છુ એટલે મને પહેલા તક મળી છે… હું સરકારનો ઘણો અભારી છુ…’ તો મોનાકુમારી કલા કહે છે કે, ‘ હુ પ્રેગનન્ટ છુ…જો કે ભલે મારે ક્વોરન્ટાઈન થવુ પડે, પણ મારા માટે તો એ પણ સારુ છે…’ એમ તેઓ ઉમેરે છે.
અન્ય એક વિદ્યાર્થી કહે છે કે, ‘ હું ત્યાં જોબ વિનાનો થઈ ગયો હતો…. પૈસા પણ ખુટી ગયા હતા…આપણી સરકારે અમારી દરકાર કરીને ખરેખર સારુ કામ કર્યું છે…’

આ પ્રવાસીઓ સાચા અર્થમાં આનંદની લગણી અનુભવી રહ્યા છે.  સામાન્ય રીતે એરપોર્ટ પર વિદેશ જતા કે વિદેશથી આવતા લોકોના વિદાય કે સ્વાગત માટે સંખ્યાબંધ પરિવારો ઉપસ્થિત રહેતા હોય છે, પણ આજે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ પર અત્યંત નિરવ શાંતિ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સના ચુસ્ત પાલન વચ્ચે કુવૈત તથા લંડનથી આવેલા વિધાર્થિઓ ગુજરાત સરકાર દ્વાર ખાસ વ્યવસ્થાના ભાગરૂપે મુકાયેલી વોલ્વો બસમાં જે તે જિલ્લામાં જવા રવાના થયા હતા, પણ બધા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ઘરે પહોંચ્યાનો ભાવ સ્પષ્ટ વર્તાતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કુવૈતથી ૧૭૭ વિદ્યાર્થીઓતથા લંડનથી ૩૭૪ વિદ્યાર્થીઓપોતાની પસંદગીના જિલ્લામાં રવાના થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.