કુશીનગરમાં મોટી દુર્ધટના, ફટાકડાની ગેરકાયદે ગોદામમાં વિસ્ફોટ ચારના મોત
કુશીનગર, કુશીનગરના સપ્તાનગંજ કસ્બામાં આજે સવારે રહસ્યમય પરિસ્થિતિમાં એક ગેરકાયદેસર ફટાકડાના ગોદામમાં આગ લાગી હતી ગોદામમાં લાગેલી આગના કારણે ફટાકડામાં વિસ્ફોટથી સવાર સવારમાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠયો હતો આ ધટનામાં જયાં ચાર લોકોના મોત થયા છે તો ૧૨ જેટલા લોકોને ઇજા થઇ છે.આ અંગેની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવા માટે પહોંચી ગઇ હતી. વિસ્ફોટના કારણે આજુબાજુના અનેક મકાનો પણ તેની ચપેટમાં આવી ગયા હતાં. આગ પર અંકુશ મેળવવા માટે ટીમને ત્રણ કલાકથી વધુની જહેમત ઉઠાવવી પડી હતી.
કપ્તાગંજ કસ્બાનો વોર્ડ નં.૧૧ ખુહ ગાઢ વસ્તીવાળો અને ગીચ વાળો વિસ્તાર છે આથી ફાયર બ્રિગેડને પહોંચવામાં વાર લાગી હતી. આ મહોલ્લાના નિવાસી જાવેદના મકાનમાં ફટાકડાનું ગોદામ હતું આજે સવારે જયારે જાવેદ અને તેમના પરિવાર ઉધમાંથી ઉઠયા તો રહસ્યમય રહીતે તેમાં આગ લાગી હતી ઘરમાં રાખવામાં આવેલ સિલેંડરમાં પણ વિસ્ફોટ થયો ગોદામમાં લાગેલી આગના કારણે એક પછી એક ફટાકડામાં વિસ્ફોટ થવા લાગ્યા.
ઘરના સભ્ય બહાર નિકળી જીવ બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં પરંતુ ત્યાં સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નાની ગલી હોવાથી ફાયર બ્રગેડને પણ પહોંચવામાં મુશ્કેલી નડી હતી. આ આગની લપેટમાં અન્ય બાજુમાં આવેલ મકાન પણ આવી ગયા હતાં.
આગમાં ઘેરાયેલા જાવેદ ઉવ ૩૫,તેમની પત્ની અનવરી ૩૨,જાવેદની માતા ફાતિમા ઉવ ૬૫ને બહાર કાઢી શકયા નથી.અન્યની ઓળખ થઇ શકી નથી. આ ઘટનામાં ૧૨ લોકો દાઝી ગયા હતાં જેમને જીલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી ચારની હાલત ખુબ નાડુક બતાવવામાં આવી છે એસપીએ ચાર મોતની પુષ્ટી કરી છે.