કુષિ આવક ૨૦૨૨ સુધી બમણી કરવાના ભાગરૂપે પ્રાંતિજમાં યોજાયો કિસાન કલ્યાણ મહોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) પ્રાંતિજ, ગુજરાત રાજય ના કિસાનોની આવક ૨૦૨૨ સુધીમાં બણણી કરવાનાં ભાગરૂપે અને કિસાનોમાં જાગૃતિ લાવવા કાર્યનીતિ ધડવા તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગે ખેડૂતો ને માર્ગ દર્શન તેમજ વિવિધ યોજનાલક્ષી સમજ માહિતી મળી રહે તે હેતુથી પ્રાંતિજ ઉમાધામ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંતિજ નવા બાકલપુર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ઉમાધામ ખાતે જિલ્લા આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી , બાગાયત અને પશુપાલન વિભાગ મારફતે કિસાન કલ્યાણ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક ટેકનોલોજી અને આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગ દર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું તો કુષિ સ્ટોલ વિવિધ આધુનિક ખેતી સાધનો દવા , ખાતર ની માહિતી માટે સ્ટોલ ઉભાં કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમ ની શરૂઆત મોયદ પ્રાથમિક શાળા ની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરી હતી તો આવેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે કુષિ મંત્રી નરહરિભાઇ અમીન ,પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ , જીલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે , જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ , પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારીસોનલબાપઢેરીયા , પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી ,તાલુકાવિકાસ અધિકારી જે.એચ.કાપડીયા , પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી ટી.કે.વાધેલા , માર્કેટયાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહી ને ખેડૂતો ને પ્રોત્સાહિત કર્યા હતાં તો ખેડૂતોને મંત્રી તથા ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ચેક તથા ટોફી તથા સર્ટી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં તો કાર્યક્રમ મા ઉપસ્થિત સર્વે નો પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો કુષિ મંત્રી નરહરિ અમીન ભાઇ અમીન દ્વારા અહી રહેલ સ્ટોલો ની મુલાકાત લઈને માલિકો સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી.