કુહાડી મારીને એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી હડકંપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/murder.jpg)
રાચી, ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી હડકંપ મચ્યો છે. મૃતકોમાં ૬ વર્ષનો છોકરો પણ સામેલ છે.સિંહભૂમ જિલ્લામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં કોઈ અજાણ્યા શખ્સે એક જ પરિવારના પાંચ લોકોને કૂહાડી વડે ગળા કાપીને હત્યા કરી નાખી હતી. આ તમામ લોકોની લાશ ગામ નજીકના ખેતરથી મળી આવતા પોલીસ વિભાગ દોડતો થયો હતો અને લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
હત્યાની આ ઘટના બાદ આજુબાજુના પંથકમાં ચકચાર મચી છે. આરોપીઓ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. ગામથી થોડે દૂર એક ખેતરમાંથી તમામની લાશ મળી આવી હતી. આરોપઓે કુહાડથી મારીને તમામની હત્યા કરી નાખી હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેનેપોસી ગામના એક જ પરિવારના ઓનામુની ખંડાઈ, તેની પત્ની માની ખંડાઈત, તેના પુત્ર મુગરુ ખંડાઈત અને ભાઈ ગોબેરો ખંડાઈની લાશ બાજુના ખેતરમાં મળી હતી. જમીન વિવાદમાં આરોપીઓએ એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરી નાખી હતી. પોલીસે કેસ નોંધીને હત્યાની તપાસ શરુ કરી છે.HS