કૂકે મોટેરાની પિચ પ્રત્યે વિરાટ કોહલીના વલણની ટીકા કરી
લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ફક્ત ૨ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં ૧૦ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. અમદાવાદની પીચને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે, પરંતુ વિરાટ કોહલીએ પિચનો બચાવ કર્યો હતો.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે મોટેરાની પિચ પ્રત્યે વિરાટ કોહલીના વલણની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતીય કેપ્ટને વિકેટનો બચાવ એવી રીતે કર્યો કે તે બીસીસીઆઈની વાત છે.
એલિસ્ટર કૂકે આ મેચની પિચ અંગે વિરાટ કોહલીના મંતવ્ય સાથે અસંમત છે. તેમણે કહ્યું હતું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નવી નવતર પીચ પર બેટિંગ કરવી અત્યંત મુશ્કેલ છે.