Western Times News

Gujarati News

કૂટણખાનામાંથી સાડા બાર વર્ષની બાળકી પણ ઝડપાઈ

Files Photo

વડોદરા, શહેરના વાઘોડિયા રોડ પરના એક કોમ્પલેક્સમાંથી પીસીબી દ્વારા ઝડપાયેલા કુટણખાનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝડપાયેલી ૭ યુવતીઓમાં એક સાડા બાર વર્ષની એક બાળકી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા ઉંમરના પુરાવાની ચકાસણી કરતા આ ખુલાસો થયો છે. ટીવી રિપોર્ટ મુજબ બાળકીના તેના પિતાએ જ દેહ વિક્રયના ધંધામાં ધકેલી હોવાની વિગતો સામે આવતા પોલીસે બાળકીના પિતા, દલાલ અને ગ્રાહક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠલ ગુનો દાખલ કરીને પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ પીસીબીને વડોદરા વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની યુવતી કુટણખાનું ચલાવતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેડ કરતા કુટણખાનું ચલાવનાર માસ્ટરમાઈન્ડ મહિલા સહિત ૭ યુવતીઓ અને ૩ ગ્રાહક મળી આવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઝડપાયેલા કુટણખાનામાં ગ્રાહકોને લઈ જવા માટે ઓનલાઈન સિલેક્શન કરવામાં આવતું હતું. આ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા? આ મામલે પીસીબી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપાતા વાઘોડિયાના સનરાઈઝ કોમ્પલેક્સના આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મોરબીની એક હોટલમાંથી કુટણખાનું ઝડપાયું હતું. જેમાં પોલીસ દ્વારા મુંબઈ અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની રુપલલાનાઓ ઝડપાઈ હતી. તપાસ દરમિયાન હોટલના સંચાલકો જ દેહવિક્રયનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.