કૂતરાં પકડતી એજન્સીને પ્રતિ ફરિયાદ ઉચ્ચક રૂ.૩૦૦ ચૂકવાશે
અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર રખડતાં કૂતરાંનો રંજાડ છે. અમુક વિસ્તારમા તો સાંજ પડતાંની સાથે વૃદ્ધો, મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. મ્યુનિ. કોર્પાેરેશનલક્ષી કૂતરાં પકડવાની ફરિયાદ માટે સીસીઆરએસનો ૧૫૫૩૦૩ના ફોન નંબર છે.
આ નંબર પર ફોન કરીને પોતાના વિસ્તારનાં રખડતાં કૂતરાંની ફરિયાદ નોંધાવ્યા બાદ તેના નિકાલ માટે હવે પ્રતિ ફરિયાદ જે તે કૂતરાં પકડતી એજન્સીને રૂ.૩૦૦ ઉચ્ચક પ્રમાણે રકમ ચૂકવાશે.
વીવીઆઈપીના કાર્યક્ષમ તેમજ વ્યવસ્થા દરમિયાન પણ જે તે એજન્સીને કૂતરાં પકડવાની કામગીરી સોંપાય છે, જે માટે દૈનિક પ્રતિ આઠ કલાકની શિફ્ટ માટે ઉચ્ચક રૂ.૫,૦૦૦ તંત્ર દ્વારા ચૂકવાશે, ઉપરાંત ૨૦૧૯માં બોપલ-ઘુમા જેવા નવા વિસ્તારોનો મ્યુનિ. હદમાં સમાવેશ કરાયો હોઈ તે માટે અંદાજિત વાર્ષિક રૂ.૪.૫૦ કરોડ ખર્ચાશે.
જાેકે કૂતરાંના ખસીકરણ અને રસીકરણમાં જૂના જાેગીઓએ જ ફરી ઝંપલાવ્યું છે. અત્યારે પણ યશ ડોમેસ્ટિક, પીપલ ફોર એનિમલ, સંસ્કાર એજ્યુકેશ ટ્રસ્ટ અને ગોલ ફાઉન્ડેશન- આ ચાર એજન્સી રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કરે છે. હવે આ જ એજન્સીઓને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેનો કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરે છે.