કૂતરાના જીવ માટે લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો

નવી દિલ્હી, કેટલીક ઘટનાઓ એવી હોય છે કે તેને જાેયા પછી માનવતા પરથી વિશ્વાસ ઉઠવા લાગે છે. હ્રદયમાં પીડા થાય છે કે લોકો આટલા ક્રૂર કેવી રીતે થવા લાગ્યા? જે પછી માનવતામાં વિશ્વાસ ઉઠવા લાગે છે. પરંતુ આ સંપૂર્ણપણે થાય તે પહેલા, કેટલીક એવી ઘટનાઓ પણ જાેવા મળે છે જે ફરી એકવાર માનવ અને માનવતા પર વિશ્વાસ જાળવી રાખવા માટે મજબૂર કરે છે.
કઝાકિસ્તાનમાં બનેલી ઘટનાનો વાયરલ થયેલો વિડિયો માણસોમાં રહી ગયેલી માનવતાનો નમૂનો રજૂ કરવા પૂરતો છે. જ્યાં પાણીના જાેરદાર પ્રવાહમાં ફસાયેલા ડોગને બચાવવા માટે એક માણસે પોતાના જીવની પરવા કરી ન હતી. જેથી તેને મુશ્કેલીમાં જાેઈને અનેક લોકોએ મળીને માનવ સાંકળ બનાવી બંનેને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
ટિ્વટર, ફેસબુક, યુટ્યુબ જેવા લગભગ દરેક સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલો આ વીડિયો દરેક જગ્યાએ હિટ રહ્યો હતો. ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં ડોગને બચાવવા માટે બનાવેલી માનવ સાંકળનો વીડિયો શેર કરવામાં આવ્યો હોય.
લાખો-કરોડો વ્યુઝ સાથે ૫૦ હજારથી લઈને લાખો લોકોએ આ માનવ સાંકળના માત્ર વખાણ જ નહિ કર્યા, પરંતુ માનવતા હજુ પણ જીવંત જાેઈને ઘણા લોકો ભાવુક પણ થઈ ગયા. ખરેખર એક નહેર જ્યાં પાણીના જાેરદાર પ્રવાહ વચ્ચે ડોગ ફસાઈ ગયો હતો.
એક પણ પગ અહીંથી ત્યાં ખસે તો સીધો ઊડી ગયો હોત. ત્યારે જ નજીકમાં પુલ જેવી જગ્યા પર ચાલતો એક વ્યક્તિ તેના પર પડ્યો, તે ઈંટ સિમેન્ટના ઢોળાવ પરથી નીચે પાણીમાં પડ્યો અને ડોગને કોઈક રીતે ખેંચીને કિનારે લઈ ગયો. પરંતુ સમસ્યા અહીં સમાપ્ત થઈ નથી.
હવે પડકાર એ હતો કે કૂતરા સાથે ઢાળ ઉપર કેવી રીતે ચઢવું. પણ કહેવાય છે કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. આમ તો ઘણું મોડું થઈ ગયું હતું પરંતુ કેટલાક લોકોની નજર પાણીમાં ફસાયેલા માણસ અને શ્વાન પર ગઈ હતી. કેટલાક લોકોએ તરત જ એકબીજાનો હાથ પકડીને માનવ સાંકળ બનાવીને તળિયે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ પાણીમાં ઉભેલી વ્યક્તિ સુધી પહોંચવા માટે વધુ એક વ્યક્તિની જરૂર હોવાથી પ્રયાસ અટકી ગયો હતો. ત્યારે દૂર ઉભેલા એક માણસે આ આખો પ્રયાસ જાેયો, તો તે પણ તરત જ આવી ગયો અને તે એક વ્યક્તિની ઉણપને પુરી કરીને એક મનુષ્ય અને એક પ્રાણીનો જીવ બચાવવામાં સફળ થયો.
આ વીડિયોને યુટ્યુબ પર ૬૫.૩ મિલિયનથી વધુ વ્યૂઝ અને લગભગ ૫૫ હજાર કોમેન્ટ્સ મળી છે. તે જ ટિ્વટર પર, @TansuYegenના પેજને લગભગ ૨૦ મિલિયન વ્યૂઝ અને ૩૩ હજારની નજીક લાઈક્સ મળી છે. બીજા ઘણા પ્લેટફોર્મ પર લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો. SS1MS